Weather Tracker: દેશભરના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ભારતના IMD એ આ ચોમાસાના બીજા તબક્કામાં એટલે કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દેશમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના પ્રમુખ ડો. મૃત્યુંજય મહાપાત્રા અનુસાર, દેશના મોટાભાગના વિસ્તારમાં ઓગસ્ટમાં સામાન્ય અને સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે. જો કે પૂર્વોત્તર અને તેને અડીને આવેલા પૂર્વી ભારત, મધ્ય ભારતના કેટલાક ભાગ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો – Mira Ahir: રાજકોટ સિવિલના સ્ટાફ પર મોટી કાર્યવાહી