Weather Tracker: 11 જિલ્લામાં અપાયું ઓરેન્જ અને યલો એલર્ટ

Weather Tracker

Weather Tracker: ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેઠું ત્યારથી સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાઇ ચૂક્યો છે. IMD Ahmedabad ના જણાવ્યા મુજબ, સિનોપ્ટિક સિસ્ટમ પસાર થઈ રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ પર એક લો પ્રેશર સિસ્ટમ બનેલી જોવા મળી રહી છે. જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – Hardik Patel અને મારી અવગણના કેમ: જયેશ પટેલ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે રવિવારે, 29મી જૂનના રોજ કચ્છમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આવતીકાલે સોમવારે 13 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Scroll to Top