Weather Tracker: IMD Ahmedabad રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આ તરફ દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જેમાં વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે.
રાજ્યમાં આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં આજના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાલુ વર્ષે જૂનમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. સામાન્ય રીતે જૂનમાં ગુજરાતમાં 15થી 20 ટકા વરસાદ વરસે છે.