Weather Tracker: Cyclone પહેલા મિની વાવાઝોડાએ ભુક્કા બોલાવ્યા છે. કાંઠાના ભાગોમાં મિની વાવાઝોડાની તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યારે ગીર સોમનાથમાં મોડી રાત્રે મિની વાવાઝોડું ફૂંકાયું હતું. જોરદાર પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો. આવામાં આગામી 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી IMD Ahmedabad દ્વારા કરવામાં આવી છે. જ્યારે આજે 24મીએ પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, શનિવારે 24મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં Orange Alert આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવીથી મધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાત Paresh Goswami એ કહ્યું કે હવે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અને સાથે વરસાદ વખતે Thunderstorm એક્ટિવિટી થાય એટલે વીજની સાથે પવનની ઝડપ પણ જોવા મળી શકે છે. વાવાઝોડાની 90 ટકા શક્યતાઓ હવે ઘટી ગઈ છે. હવે 90 ટકા સુધી એવું કહી શકાય કે હવે આ સિસ્ટમ છે એ વાવાઝોડું નહી બને. વાવાઝોડું નથી બનવાનું એ એક મોટા અને સારા સમાચાર આપણા માટે ગણી શકાય પણ ચોક્કસથી હજું ભારે વરસાદ નોંધાશે એ શક્યતા પૂરી છે.
આ પણ વાંચો – પોરબંદરમાં જાડેજા પરિવારમાં પડ્યા બે ભાગલા?, Hiralba Jadeja સામે ભૂરા મુંજાની દીકરીઓ એ માંડ્યો મોરચો