Weather Tracker: છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે અને હવામાન વિભાગના અનુમાન મુજબ હવે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ખૂબજ મર્યાદિત રહેશે. રાજ્યમાં હવે 23 જુલાઈ સુધી વરસાદ લાવતી સિસ્ટમ નબળી પડી જશે અને ભારે વરસાદની શક્યતાઓ ઓછી રહેશે.
IMD Ahmedabad ના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે છૂટાછવાયો હળવો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારા વિસ્તારમાં પણ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકાદ તાલુકા સિવાય અન્યત્ર વરસાદની નોંધપાત્ર શક્યતા નથી.
આવતીકાલથી વરસાદમાં વધુ ઘટાડો
ટ્રફ લાઇનની ગતિની અસરથી 20 જુલાઇથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી જશે. કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવતીકાલથી વરસાદની તીવ્રતા ઘટતી જોવા મળશે. હવામાન નિષ્ણાતોના અનુસાર, 23 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાઈ શકે છે. જો આ સિસ્ટમ મજબૂત બને તો ગુજરાતમાં ફરીથી સાર્વત્રિક વરસાદ શરૂ થવાની શક્યતા રહેશે. હાલની પરિસ્થિતિ પ્રમાણે, એ પહેલાં રાજ્યમાં વરસાદની તીવ્રતા નબળી રહેશે.
આ પણ વાંચો – Gujarat Congress માં ભૂકંપ આવશે એ નક્કી?
ગરમી અને બફારાનો ઉપદ્રવ વધશે
વિદ્યમાન પરિસ્થિતિમાં વરસાદના અભાવે રાજ્યમાં તાપમાનમાં વધારો થશે. આનાથી સામાન્ય જનજીવન પર ગરમી અને બફારાનો વધુ અસરકારક અસર થવાની આશંકા છે. ખેડૂતો માટે પણ આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે, ખાસ કરીને ખેતી માટે વરસાદ પર આધાર રાખતા વિસ્તારોમાં.