Weather Tracker: IMD Ahmedabad ના જણાવ્યાં મુજબ આજે એટલે કે ગુરુવારે અને શુક્રવારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રવિવારથી અમદાવાદ, ગાંધીનગર, સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડમાં ગુરુવાર એટલે કે આજથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, આણંદ, મહિસાગર, ખેડા, વડોદરા, નર્મદા, ભરૂચ સહિતના વિસ્તારોમાં રવિવારથી ભારે વરસાદ શરૂ થઈ શકે છે.
આ પણ વાંચો – Hiralba Jadeja: હિરેન ઓડેદરાની ધમકી આપતી ઓડિયો ક્લિપ વાયરલ