Weather Tracker: ગુજરાતમાં આગામી દિવસોમાં મોસમ ફરીથી એક્ટિવ થઈ શકે છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે. IMD Ahemdabad એ જણાવ્યું છે કે, હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય છે, જેના કારણે વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. આ સિસ્ટમના પગલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધી શકે છે.
આજે ભારે વરસાદની આગાહી થયેલ જિલ્લાઓ:
- મહીસાગર
- પંચમહાલ
- દાહોદ
- છોટાઉદેપુર
- નર્મદા
- તાપી
- ડાંગ
- સુરત
- નવસારી
- વલસાડ
- દમણ અને દાદરા નગર હવેલી
આ પણ વાંચો – Garjnaad – મીરા આહીર અને હકાભા ગર્જનાદમાં રાજકોટ સિવિલના સત્તાધીશો પર ગર્જ્યા
Weather Tracker: આ તમામ વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે અને નદીઓના પાણીપાતમાં વધારો થવાની શક્યતા છે. સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે દરિયામાં ઊંચી લહેરો અને ખતરનાક પરિસ્થિતિની આગાહી કરી છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં NDRF અને તટ રક્ષા દળોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.