Weather Tracker: ગુજરાતમાં વાવાઝોડું મચાવશે તબાહી!

Weather Tracker

Weather Tracker:  IMD Ahmedabad ની આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. South Gujarat અને Saurashtra માં આગામી કેટલાક દિવસ ભારે વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશરને કારણે વરસાદ ખાબકવાની શક્યતા છે. ગુજરાતના સુરત, વલસાડ,નવસારી, તાપી, દાદરાનગર હવેલી, દમણ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં 23, 24 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડશે. 25 તારીખે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 તારીખે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 અને 24 તારીખ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થયું છે.

Weather Tracker

હવામાન નિષ્ણાત Paresh Goswami એ જણાવ્યું કે અરબ સાગરની અંદર તાપમાન હોય, ભેજ હોય, હવાઓ હોય એ તમામ પરિબળો છે એ સાયક્લોન બને એવા સંકેતો આપી રહ્યું છે જે અનુકૂળ છે. છતાં પણ આ જે સિસ્ટમ છે દરિયાકાંઠાથી ઘણી નજીક છે એટલે જે આના આઉટર ક્લાઉડ હોય એ આપણે કેરળ કર્ણાટક અને ગોવા ઉપર થઈને પસાર થઈ રહ્યા છે. એટલે જે જમીનો ઉપરથી અમુક જે આઉટર ક્લાઉડ પસાર થઈ રહ્યા છે ને એ એને સૂકા પવનો આપી રહ્યા છે. ભેજવાળા પવનો નથી આપી રહ્યા એટલે દરિયામાંથી જે ભેજ આવે છે એ જમીન ઉપર થઈને પછી સુકા પવનો આ સિસ્ટમની અંદર ભળવાના છે. એટલે આ વધારે મજબૂત બનીને સાયક્લોન સુધી કદાચ નહીં પહોંચે એવું અત્યારે અમે અલગ અલગ મોડલથી પ્રિડિકશન કર્યું છે.

આ પણ વાંચો – Jigisha Patel: ગોંડલ ગુંડારાજના આરોપ સાથે રાજકોટમાં એન્ટ્રી

આ પણ વાંચો – ગુજરાતમાં અંદરખાને OBC વર્ગીકરણની હલચલ કેમ શરુ Jagdish Thakor પાસેથી સમજો રણનીતિ

Paresh Goswami એ વધુમાં જણાવ્યું, “લગભગ 27 તારીખ આવતા આવતા વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવે અને ગુજરાતની ઉપરથી પસાર થાય એટલે 27 મે થી 30 મે સુધી ગુજરાતની અંદર સામાન્ય કરતાં વધારે વરસાદ પડી શકે છે. અનેક જગ્યાએ 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ તો કોઈ જગ્યાએ 4 ઇંચ કરતાં વધારે વરસાદ પણ પડી શકે છે. એટલે એવું કહી શકાય કે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મે મહિનાના અંતમાં વાવણી લાયક વરસાદ પણ પડશે. અત્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.”

“મધ્ય ગુજરાતના ભાલ વિસ્તારમાં સામાન્ય કરતાં વધારે વરસાદ કદાચ નોંધાઈ શકે છે. આણંદ, ખેડા, નળિયાદ, વડોદરામાં પણ વાવણી લાયક વરસાદની શક્યતાઓ રહેલી છે. અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.”

Scroll to Top