Weather Tracker: IMD Ahmedabad ની આગાહી પ્રમાણે વાત કરીએ તો રાજ્યમાં 7 દિવસ મેઘમહેર રહેશે યથાવત અને રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજયમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, ભરૂચ, વડોદરા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદ-ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Weather Tracker: દાહોદથી દ્વારકા સુધી, આજનો દિવસ ભારે
