Ahmedabad: આરોપી અને પોલીસ વચ્ચેના ફિલ્મી દ્રશ્યો જુઓ

Ahmedabad

Ahmedabad શહેરના ઓઢવ વિસ્તારમાં આજે પોલીસ અને આરોપી વચ્ચે એવા દ્રશ્યો સર્જાયા હતા. શહેરની Crime Branch ચોરીના આરોપી અને ફાયરિંગ કેસમાં સંડોવાયેલા અભિષેક ઉર્ફે ‘શૂટર’ને પકડી પાડવા માટે જ્યારે ઓઢવના શિવમ આવાસ યોજનામાં પહોંચી. ત્યારે આરોપી પોલીસથી બચવા માટે ગેલેરીમાં ચડીને આપઘાતની ધમકી આપવા લાગ્યો હતો. પોલીસે મહામહેનતે તેને શાંતિથી સમજાવ્યો હતો. આરોપી નીચે કૂદી જાય તો તેને બચાવવા માટે પોલીસે બચાવ જાળ પણ પાથરી રાખી હતી.

Ahemdabad

ઓઢવના શિવમ આવાસ યોજનામાં ક્રાઈમ બ્રાન્ચ આરોપીને પકડવા ગઈ હતી. તે દરમિયાન આરોપીએ પોલીસથી બચવા માટે ફિલ્મી સ્ટંટ કર્યો હતો અને આરોપી મરવાનું કહીને ગેલેરીમાં લટકી ગયો હતો. આરોપીને નીચે ઉતારવા માટે પોલીસે મહેનત કરી હતી. તો આસપાસના લોકો પણ આ દ્રશ્યો જોવા માટે ઉમટી પડયા હતા. આરોપી પોલીસને કહી રહ્યો હતો કે હું નીચે પડી જઈશ અને મરી જઈશ ત્યારે થોડીકવાર તો પોલીસને પણ પરસેવો છૂટી ગયો હતો.

આ પણ વાંચો – Gopal Italia: વિસાવદરમાં ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો

અભિષેક ઉર્ફે શૂટર અગાઉના ફાયરિંગના કેસમાં સંડોવાયેલ હોવાના કારણે તેની ધરપકડ માટે પોલીસને વિશેષ માહિતી મળી હતી. પરંતુ પોલીસથી ગભરાયેલા આરોપીએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી. ઘટનાને જોતા લોકોમાં પણ ઉત્તેજના છવાઇ ગઇ હતી.

Scroll to Top