Waqf Bill – દેશના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલો મુદ્દો Waqf Bill નો છે. આ બિલ ચર્ચા બાદ લોકસભામાંથી પસાર થઇ ચુક્યું છે. અનેક મુસ્લિમ સંગઠનોનો આ બિલનો સખત વિરોધ કરી રહ્યા છે, બીજીબાજૂ વિપક્ષ બિલ પરત ખેંચવા માંગ કરી રહ્યું છે.
બિલ પસાર થવા મુદ્દે NDAના સાથી પક્ષ જનતા દળ યુનાઇટેડ(JDU)એ બિલ સમર્થન આપ્યું છે. પરંતુ JDUના આ નિર્ણયથી પાર્ટીના કેટલાક નેતા નારાજ છે, પાર્ટીના વરિષ્ઠ નેતા ડૉ. મોહમ્મદ કાસિમ અન્સારી(Mohammed Qasim Ansari )એ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે