Waqf Board : દેશભરમાં આજકાલ વક્ફ બોર્ડની ચર્ચા થઈ રહી છે, ચાની ટપરીથી માંડીને સંસદ સુધી આ મુદ્દો ગરમાયો છે. બુધવારે લોકસભામાં 12 કલાકની ચર્ચા બાદ વકફ સુધારા બિલ પસાર થયું. મતદાનમાં 520 સાંસદોએ ભાગ લીધો હતો. 288 સાંસદોએ પક્ષમાં મતદાન કર્યું, જ્યારે 232 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તેને UMEED (યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ) નામ આપ્યું છે. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
રેલ્વે અને સંરક્ષણ મંત્રાલય પછી ભારતમાં જો કોઈની પાસે સૌથી વધુ જમીન છે તો તે વકફ બોર્ડ છે. દેશમાં વક્ફ બોર્ડની 8,72,324 સ્થાવર મિલકતો છે. એક બિન-સરકારી સંસ્થા તરીકે, વક્ફ પાસે દેશમાં સૌથી વધુ જમીન છે. ભારતના તમામ રાજ્યોમાં વકફ બોર્ડ છે અને તે વકફ એક્ટ હેઠળ બનાવવામાં આવ્યા છે. વક્ફની મિલકતોથી ઉદ્ભવતા કોઈ પણ વિવાદનું સમાધાન તે રાજ્યોના વકફ ટ્રિબ્યુનલ્સમાં કરવામાં આવે છે.
વકફ બોર્ડની મિલકતો ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ (2,32,547) છે જ્યારે ઓડિશામાં સૌથી ઓછી (10,314) છે. બીજી તરફ વકફ બોર્ડની અડધાથી વધુ સંપત્તિ ભાજપ શાસિત રાજ્યમાં છે. વકફની કુલ સંપત્તિમાંથી 97 ટકા સંપત્તિ માત્ર 15 રાજ્યોમાં છે. જેમાંથી 8 રાજ્યોમાં ભાજપ સત્તામાં છે અને કુલ વકફની કુલ સંપત્તિમાં લગભગ અડધી સંપત્તિનો હિસ્સો ધરાવે છે.
કયા રાજ્યમાં વકફની કેટલી મિલકત
રાજ્યનું નામ | કોની સરકાર છે? | વકફ સંપત્તિની સંખ્યા |
ઉત્તર પ્રદેશ | ભાજપ | 2,32,457 |
પશ્ચિમ બંગાળ | બિન-ભાજપ (AITC) | 80,480 |
પંજાબ | બિન-ભાજપ (AAP) | 75,965 |
તમિલનાડુ | બિન-ભાજપ (DMK) | 66,092 |
કર્ણાટક | બિન-ભાજપ (INC) | 62,830 |
કેરળ | બિન-ભાજપ (CPI-M) | 53,282 |
તેલંગાણા | બિન-ભાજપ (INC) | 45,682 |
ગુજરાત | ભાજપ | 39,940 |
મહારાષ્ટ્ર | ભાજપ | 37,701 |
મધ્ય પ્રદેશ | ભાજપ | 33,472 |
જમ્મુ-કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ) | બિન-ભાજપ | 32,533 |
રાજસ્થાન | ભાજપ (NDA) | 30,895 |
હરિયાણા | ભાજપ (NDA) | 23,267 |
આંધ્ર પ્રદેશ | બિન-ભાજપ (TDP) | 14,685 |
ઓડિશા | ભાજપ (NDA) | 10,314 |
એક સમુદાય પાસે સૌથી વધુ સંપત્તિ
1- કબ્રસ્તાનમાં કેટલી સંપત્તિઃ કબ્રસ્તાનમાં 1,50,569 મિલકતોનો સમાવેશ થાય છે, જે તમામ વકફ મિલકતોના 17% છે, જે કોઈ પણ એક કેટેગરીમાં સૌથી વધુ છે. જે વિશ્વના કોઇ પણ સમુદાય કરતા સૌથી વધુ છે.
2- મસ્જિદોનો મોટો હિસ્સો: લગભગ 1,19,200 વક્ફ મિલકતોમાં મસ્જિદો છે,
3- વાણિજ્યિક સંસ્થાઓ: વક્ફ માલિકી હેઠળની દુકાનો અને મકાનોની સંખ્યા અનુક્રમે 1,13,187 અને 92,505 છે, જે વક્ફ બોર્ડની સંપત્તિઓમાં નોંધપાત્ર આર્થિક ઉપયોગ દર્શાવે છે.
4- ખેતીની જમીનનો હિસ્સો: 1,40,784 કૃષિ મિલકતો સાથે, જમીનની માલિકી કેટેગરીમાં વકફ બોર્ડ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે, જે કુલ મિલકતોના 16% હિસ્સો ધરાવે છે.
5- ધાર્મિક સ્થળો: વક્ફ હેઠળ દરગાહ અને મકબરા સહિત કુલ 33,492 મિલકતો છે.
6- યુપીમાં સૌથી વધુ: ઉત્તર પ્રદેશમાં વકફ મિલકતોની સૌથી વધુ સંખ્યા (2,32,547) છે, જે દેશમાં વક્ફ બોર્ડની કુલના સંપત્તિનો 27% છે. સૌથી ઓછી સંપત્તિ ગુજરાત (39,940), તેલંગાણા (45,682) અને કેરળ (53,282) પાસે છે.
7- વિવિધ ઉપયોગો: ધાર્મિક સ્થળો ઉપરાંત, વકફ મિલકતોમાં 64,724 પ્લોટ, 17,719 અશૂરખાના (શોક મનાવવાનું સ્થળ), 14,008 મદરેસા અને અન્ય શ્રેણીઓમાં 1,26,189 મિલકતોનો સમાવેશ થાય છે.
8- વધુ સંપત્તિ ધરાવતા અન્ય રાજ્યઃ પશ્ચિમ બંગાળ (80,480), પંજાબ (75,965), તમિલનાડુ (66,092) અને કર્ણાટક (62,830).
9- ઓછી સંપત્તિ ધરાવતા રાજ્યો વક્ફ મિલકતોની સૌથી ઓછી સંખ્યા ધરાવતા રાજ્યોમાં ગુજરાત (39,940), તેલંગાણા (45,682) અને કેરળ (53,282)નો સમાવેશ થાય છે.
વક્ફ બોર્ડના જાણીતા વિવાદ
-> તામિલનાડુઃ થિરુચેન્થુરાઈ ગામનો એક ખેડૂત વક્ફ બોર્ડના આખા ગામ પરના દાવાને કારણે પોતાની જમીન વેચી શક્યો ન હતો. તે પોતાની દીકરીના લગ્ન માટે પોતાની જમીન વેચવા માંગતો હતો.
-> બિહાર: ઓગસ્ટ 2024માં સમગ્ર ગોવિંદપુર ગામ પર બિહાર સુન્ની વક્ફ બોર્ડના દાવાને કારણે સાત પરિવારો પ્રભાવિત થયા. આ કેસ પટના હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.
-> કેરળ: સપ્ટેમ્બર 2024માં, એર્નાકુલમ જિલ્લાના લગભગ 600 ખ્રિસ્તી પરિવારો તેમની પૈતૃક જમીન પર વકફ બોર્ડના દાવાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે સંયુક્ત સંસદીય સમિતિને અપીલ કરી છે.
-> કર્ણાટક: 2024 માં, વક્ફ બોર્ડે વિજયપુરામાં 15,000 એકર જમીનને વકફ જમીન તરીકે નિયુક્ત કરી. ખેડૂતોએ વિરોધ કર્યો. બલ્લારી, ચિત્રદુર્ગ, યાદગીર અને ધારવાડમાં પણ વિવાદ થયો હતો.
-> ઉત્તર પ્રદેશઃ યુપી વક્ફ બોર્ડના કથિત ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે ફરિયાદો ઉઠી છે.
-> કર્ણાટક (1975 અને 2020): ખેતરો, જાહેર સ્થળો, સરકારી જમીનો, કબ્રસ્તાન, તળાવો અને મંદિરો સહિત 40 વકફ મિલકતોને સૂચિત કરવામાં આવી હતી.
-> પંજાબઃ પંજાબ વક્ફ બોર્ડે પટિયાલામાં શિક્ષણ વિભાગની જમીન પર દાવો કર્યો છે.
-> અન્ય જાણીતા વિવાદઃ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની -108 મિલકતો, દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના નિયંત્રણ હેઠળની 130 મિલકતો અને જાહેર ક્ષેત્રની 123 મિલકતોને વકફ તરીકે જાહેર કરીને કાયદાની આંટીઘૂંટીમાં લાવવામાં આવી હતી.
આ પણ વાંચોઃ લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ થયું, જાણો શું છે વક્ફ?