Junagadh : વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે બહુચર્ચિત વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠકનો રોચક રાજકીય ઇતિહાસ છે જ્યાં પૂર્વ CMને પણ હાર ખમવી પડી હતી. વર્ષ 1962 માં કોંગ્રેસના મદીનાબેન નાગોરી ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતા. પાંચ વર્ષ પછી આવેલી ચૂંટણીમાં S.W.A ના કુરજીભાઈ ભેસાણીયા ધારાસભ્ય થયા હતા. ત્યારબાદ વર્ષ 1972 ની ચૂંટણીમાં કોંગ્રેસના રામજીભાઈ કરકર ધારાસભ્ય બન્યા અને ત્રણ વર્ષ પછી પેટા ચૂંટણીમાં K.L.P ના કુરજીભાઈ ભેસાણીયા ફરીથી ધારાસભ્ય બન્યા હતા. પાંચ વર્ષ પછી 1980 માં J.N.P ના ધીરજલાલ રીબડીયા વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. આ બાદ વર્ષ 1985 માં કોંગ્રેસના પોપટભાઈ રામાણી અને વર્ષ 1990 માં J.D ના કુરજીભાઈ ભેસાણીયા જીત્યા હતા. 1995 માં પ્રથમ વખત ભાજપના કેશુભાઈ પટેલ અને ત્રણ વર્ષ બાદ પેટા ચૂંટણીમાં ફરી એક વખત કેશુભાઈ પટેલ જીત્યા. વર્ષ 2002 અને 2007 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના કનુભાઈ ભાલાળા ધારાસભ્ય થયા હતા. ત્યારબાદ ગુજરાત પરિવર્તન પાર્ટી (GPP) બનાવીને આવેલા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ 2012 માં ફરીથી ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ 2014ની પેટા ચૂંટણી અને 2017ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના હર્ષદ રીબડીયા વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક જીત્યા. અંતે 2022 માં પ્રથમ વખત આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી ધારાસભ્ય બન્યા હતા.
Visavadar : વિસાવદરનો આ રાજકીય ઇતિહાસ તમે નહીં જાણતા હોય, કે જ્યાંથી પૂર્વ મુખ્યમંત્રીની પાર્ટીની યુવા ઉમેદવાર સામે હાર થઈ હતી.
