Visavadar : ઈટાલીયા સામે ભાજપ અને કોંગ્રેસના કોણ છે ચર્ચિત ચહેરાઓ અને કોને ઉતારશે મેદાને

Gujarat : ગુજરાતમાં હાલ પેટા ચૂંટણીના માહોલ વચ્ચે વિસાવદર (Visavadar) માં આમ આદમી પાર્ટીએ એક મોટું સંમેલન પણ બોલાવ્યું જેમાં વિસાવદર (Visavadar) અને ભેંસાણ વિસ્તારના લોકો સામેલ હતા. જોકે આ સંમેલન બાદ આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય પક્ષ પલટો કરે છે તેવી ચર્ચાઓ ચાલી હતી પરંતુ એ ચર્ચા પણ પાયા વિહોણી હોવાનું ખુદ ધારાસભ્ય ઉમેશ મકવાણા (Umesh Makwana) સામે આવીને કહી ગયા. હવે આમ આદમી પાર્ટીના વિસાવદર (Visavadar) બેઠકના ઉમેદવાર ગોપાલ ઈટાલીયા (Gopal Italia)  લગભગ 10થી 15 દિવસના પ્રચાર બાદ થોડા સમય આરામ કર્યા બાદ ફરી વિસાવદર (Visavadar) ખૂંદશે તેવી ચર્ચાઓ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ચાલી રહિ છે. જોકે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના નેતાઓમાં એ ચર્ચા છે કોણ અહિયાંથી ચૂંટણી લડશે.

ગુજરાતમાં વાવ બાદ બીજી પેટા ચૂંટણી વર્ચસ્વની લડાઈ બની

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા (Banaskantha) ની વાવ (Vav) વિધાનસભાની પેટા ચૂંટણી વટ, વચન અને વર્ચસ્વની લડાઈ બની હતી. આ લડાઈ બાદ ફરી એક વખત પેટા ચૂંટણી વર્ચસ્વની લડાઈ બની છે જેમાં આમ આદમી પાર્ટીએ પહેલા જ ઉમેદવાર ઉતારીને લોકોની વચ્ચે જવાની શરૂઆત કરી છે જયારે ગામે ગામના લોકો અને આગેવાનો સાથે મુલાકાત બાદ તમામ પ્રશ્નો પણ એ નોંધીને સભાને સંબોધન કરીને આગળ વધે છે. જોકે બીજી તરફ આ બેઠક જીતવા માટે આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે આ માટે જ દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાય (Gopal Rai) ની હાજરીમાં હાલ કાર્યકર્તા સંમેલન પણ યોજ્યું હતું. જોકે એ પહેલા ગુજરાતના આમ આદમી પાર્ટીના કેટલાક આગેવાનો વિસાવદર (Visavadar) માં ધામા નાખીને બેઠા છે ત્યારે ગોપાલ ઈટાલીયા 2022ની વિધાનસભા ચૂંટણીમાં સુરતની કતારગામ બેઠક પર ભાજપના વિનુ મોરડિયા (Vinu Moradiya) સામે 64,629 મતથી હારી ગયા હતા.

વિસવાદરમાં ભાજપ અને કોંગ્રેસ કોણ નામે મારી શકે છે મહોર

વિસવાદર (Visavadar) માં હર્ષદ રીબડીયા (Harshad Ribadiya) ની પિટિશન પરત ખેચાતા સૌથી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ઇટાલિયાને મેદાને ઉતારતા ભાજપ અને કોંગ્રેસ હવે મુંજાણુ છે કે અહિયાંથી કોને ટીકીટ આપીને ચૂંટણી લડાવીએ. જોકે હજુ સુધી ભાજપે કોઈ તૈયારી નથી કરી પણ તે પહેલા જ ચર્ચામાં ભેંસાણ અને વિસાવદર (Visavadar) માં અલગ અલગ નામો છે. જેમાં વિસાવદર (Visavadar) માં હર્ષદ રીબડીયા અને ભેંસાણમાં ભુપત ભાયાણી (Bhupat Bhayani) જોકે આ બંને નામની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ (Kirit Patel) નું નામ પણ ચર્ચામા છે. જોકે હજુ સુધી ભાજપે આ ત્રણ નામ માંથી એક પણ નામ પર મોહર નથી મારી પણ ભાજપ વિસાવદર (Visavadar) બેઠક માટે એક્ટિવ જરૂર થઇ છે. જેમાં થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રીએ કરોડો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત પણ વિસાવદર (Visavadar) માટે કર્યું છે. જયારે કોંગ્રેસ પણ આ બેઠક પર ચૂંટણી લડે તેવા સ્પષ્ટ સંકેત છે કેમ કે ગુજરાતમાં હવે કોંગ્રેસ પોતાનું સંગઠન પાયા ના લેવલથી મજબૂત કરી રહ્યું છે ત્યારે વિસાવદર (Visavadar) માં પણ કોંગ્રેસ માટે 5 નામોની ચર્ચા ચાલી રહી છે. જેમાં ડૉ.પ્રિયવદન કોરાટ (Dr. Priyavadan Korat), ભરત અમીપરા (Bharat Amipara), ભાવેશ ત્રાપસિયા (Bhavesh Trapasiya), ભરત વીરડિયા (Bharat Viradiya) અને ભુતકાળમાં ચૂંટણી લડેલા કરશન વાડોદરિયા (Karashan Vadadoriya) નું નામ ચર્ચામા છે.

 

Scroll to Top