Visavadar: ગોપાલ ઈટાલિયાની સભામાં આખું ગામ ઉમટી પડયું!

Visavadar Gopal Italia

ઉત્તર ગુજરાતની કડી અને સૌરાષ્ટ્રની વિસાવદર વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાશે. અહીં સત્તારૂઢ ભાજપ, મુખ્ય વિપક્ષ કોંગ્રેસ તથા રાજ્યમાં પગ જમાવવા માટે પ્રયાસ કરતી આમ આદમી પાર્ટીની વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. વાત કરીએ વિસાવદરની તો આ બેઠક ઉપર Gopal Italia ના નામની જાહેરાત બે મહિના પહેલાં જ કરી દીધી હતી. પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા ગોપાલ ઇટાલિયા પાર્ટીના પૂર્વ પ્રદેશાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આ ચૂંટણી જંગને ગોપાલ ઇટાલિયાના રાજકીય ભવિષ્યની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. અને હાલ તેઓ Visavadar માં ગામે ગામ જઈને પ્રચાર કરી રહ્યા છે. ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. શું કહ્યું તેમણે સાંભળો આ વીડિયોમાં.

આ પણ વાંચો – Kirit Patel: “MLA બનું તો રસ્તા પેરિસ જેવા, રાદડિયાને મંત્રી…”

 

Scroll to Top