Visavadar ની અંદર જંગ-એ-એલાન એ શરૂ થઈ ચૂક્યું છે. વહેલી સવારથી જ મતદાન એ ચાલી રહ્યું છે આમ તો એક તરફ શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન ચાલી રહ્યું છે. જો કે થોડીવાર પહેલા જ પ્રવીણ રામ સાથે ડુંગરપુર ગામ ખાતે મતદાન કેન્દ્ર પર હોબાળો થયો હતો. જો કે પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચીને તમામ લોકોને ત્યાંથી શાંત પાડી અને એ બૂથ ઉપરથી થોડા દૂર મોકલી દેવામાં આવ્યા હતા.
જો કે આ તમામની વચ્ચે Praja Shakti Democratic Party ના ઉમેદવાર કિશોર કાનકડ તેના મુખ્ય ચૂંટણી એજન્ટ તરીકે કામ કરનાર લાલજીભાઈ કોટડિયા દ્વારા વહેલી સવારે 7 .15 ની આસપાસ ચૂંટણી પંચનીમાં એક ફરિયાદ કરી છે. અને ફરિયાદનું કારણ છે કે તેમના ઉમેદવારની સામે તેમની પાર્ટીનું નિશાન એ આછું દેખાઈ રહ્યું હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. જ્યારે આ અંગે લાલજી કોટડિયા સાથે Newz Room Gujarat એ ટેલિફોનિક વાતચીત કરી છે. શું કહ્યું તેમણે સાંભળો આ વીડિયોમાં.