Visavadar: બે બુથ પર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ફરી મતદાન

Visavadar

Visavadar વિધાનસભાની જે પેટા ચૂંટણી જે તારીખ જાહેર થઈ હતી એ જ દિવસે ચૂંટણી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ હતી. પરંતુ ગઈકાલે સાંજે ચૂંટણી પંચનું એક લેટર આવે છે અને એમાં કહેવામાં આવે છે કે વિસાવદરના બે બુથ એવા છે કે જ્યાં ફરી એકવાર ચૂંટણી થવા જઈ રહી છે. અને અત્યારે ત્યાં ફરી એકવાર મતદાન થઈ રહ્યું છે. વિસાવદરના કયા બે બુથ છે તેના ઉપર મતદાન ફરી એકવાર શરૂ થયું છે. જ્યાં બુથ કેપ્ચરિંગની ફરિયાદને લઈને ફરી એકવાર મતદાન શરૂ કરાયું છે. માલીડા ગામનું એક બુથ છે અને નવા વાઘણીયામાં ફરી મતદાન શરૂ થયું છે. 19 તારીખે 297 મથકો પર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જે બે બુથ છે એના પર આજે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

 આ પણ વાંચો – Gujarat Bypolls: મતદાન વધુ તો પાર્ટીની ચિંતા વધી!

Scroll to Top