Visavadar માં હવે BJP, Congress અને Aam Aadmi Party એ તમામના ઉમેદવાર એ જાહેર થઈ ચૂક્યા છે. તમામે પોતાના ચૂંટણી પ્રચારમાં લાગી ચૂક્યા છે અને હવે આ તમામે રાજકીય પક્ષ એકબીજાની સામે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. Gopal Italia એ થોડા દિવસ પહેલા વિસાવદર અને ભેસાણ પંથકના કેટલાક ખેડૂતોને સાથે લઈ જઈ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે એક રજૂઆત કરવા પહોંચ્યા હતા. અને ત્યાં કહ્યું હતું કે જૂનાગઢ સહકારી બેંકની અંદર ખેડૂતોનું કરોડો રૂપિયાનું કૌભાંડ એ જૂનાગઢ સહકારી બેંકની અંદર થઈ ચૂક્યું છે. જો કે ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 10 દિવસ જેટલો સમય વીતી ગયો. પરંતુ Kirit Patel એ એક શબ્દનું નિવેદન આપ્યું નથી.
કિરીટ પટેલે જૂનાગઢના Visavadar વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર છે અને ગઈકાલે જ્યારે ભેંસાણના કાર્યાલયનું ઓપનિંગ હતું. એ દરમિયાન કિરીટ પટેલે આખી આ ઘટના મામલે પોતાનું મન તોડી અને જવાબ આપ્યો હતો. કિરીટ પટેલે ભેંસાણ વિસ્તારના લોકોને સંબોધન કરી રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની વાત મૂકી રહ્યા હતા કિરીટ પટેલે શું કઈ કામ કરી રહ્યા છે તેને લઈને ચર્ચાઓ કરી રહ્યા હતા. જો કે આ તમામની વચ્ચે કિરીટ પટેલે ધ્રુસ્કે અને ધ્રુસ્કે રડતા રડતા કહ્યું કે હું મારા જીવનની અંદર ઝેર પીને મરી જઈશ. પરંતુ હું ખેડૂતોનું ખોટું નહીં કરું સહકારી મંડળીની અંદર હું છાતી ઠોકીને ગેરંટી આપીને કહું છું કે પ્રમુખે કોઈ દિવસ ક્યારેય કોઈ ખોટું કામ નથી કર્યું.
આ પણ વાંચો – Visavadar: કાર્યકર્તાને ગામમાં થયો કડવો અનુભવ, વીડિયો વાયરલ