Visavadar ની અંદર અત્યાર સુધી સ્વર્ગસ્થ કેશુબાપાના નામે રાજકારણ થઈ રહ્યું હતું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે AI નો ઉપયોગ કરી અને કેશુ બાપાના નામે રાજકારણ કર્યું. પરંતુ હવે વિસાવદરની અંદર સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના નામની એન્ટ્રી થઈ છે. આ એન્ટ્રી થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર Kirit Patel એ રડતા રડતા કહ્યું કે વિઠ્ઠલભાઈ રાદડિયાએ અમેરિકા સારવાર માટે જવાના હતા અને ત્યારે અમને કહીને ગયા હતા કે વિસાવદરના ખેડૂતોનું ધ્યાન રાખજો.
આ પણ વાંચો – Gopal Italia: જાણો કેટલી છે AAP ના ઉમેદવારની સંપત્તિ
આ પણ વાંચો – Visavadar: કિરીટ પટેલે કહ્યું “ઝેર પી ને મરી જઈશ પણ…”
કિરીટ પટેલના સમર્થનની અંદર જયેશ રાદડિયાએ મેદાને છે. Jayesh Radadiya ને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીના પ્રભારી બનાવાયા છે. જ્યારે ભેંસાણ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઓપનિંગ હતું. એ દરમિયાન જયેશ રાદળિયાના સમર્થનની અંદર ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. ઉમેદવાર કિરીટ પટેલ છે પરંતુ જયેશ રાદડિયાનું એટલું જ મહત્વ આ પેટાચૂરણીમાં છે. જો જયેશ રાદડિયા વિસાવદરની અંદર કિરીટ પટેલને જીતાડી અને વિધાનસભામાં મોકલે છે તો આવનારા મંત્રીમંડળના વિસ્તરણની જે શક્યતાઓ ચાલી રહી છે એમાં જયેશ રાદડિયાનું નામ એ નક્કી ચાલી રહ્યું છે.