Visavadar ની અંદર ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણ પાર્ટીના ત્રણે ત્રણ ઉમેદવાર મેદાને છે. જો કે હવે સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં Gopal Italia ને સ્વર્ગસ્થ કેશુ બાપા AI જનરેટેડ ફોટોની અંદર થપ્પડ મારી રહ્યા હોય એવો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ થોડા સમય પહેલા ગોપાલ ઇટાલિયાનો સ્વર્ગસ કેશુ બાપાની સાથેનો એક AI જનરેટેડ વીડિયો વાયરલ થયો હતો. જેની અંદર ગોપાલ ઈટાલિયાનો અવાજ હતો અને સ્વર્ગસ કેશુ બાપાએ ગોપાલ ઇટાલિયાને એવું કહી રહ્યા હતા કે બેટા, ગોપાલ વિસાવદરની જનતા માટે મે અત્યાર સુધી અનેક એવા કામો કર્યા છે. વિસાવદરના ખેડૂતો માટે મેં કામે કર્યા છે હવે આગળ કામો તું કર. અને સામે ગોપાલ ઈટાલિયાને અવાજ આપે છે કે બાપા આપની આજ્ઞાથી હું વિસાવદર લડવા માટે આવ્યો છું. આપની આજ્ઞાથી વિસાવદર જીતી અને આપની આજ્ઞાથી વિસાવદરના લોકોની વિસાવદરના ખેડૂતોની હું સેવા કરીશ.
જો કે આ બાદ ગોપાલ ઈટાલિયાની સામે વિસાવદર પોલીસ મથકે એક અરજી પણ થઈ હતી. ગોપાલ ઈટાલિયા અને સાથે જે કોઈ પણ વ્યક્તિ AI જનરેટેડ વીડિયો બનાવ્યો છે, તેની સામે ફરિયાદ થવી હોવી જોઈએ. જો કે હવે ઇટાલિયાના એ વીડિયો બાદ કોંગ્રેસ દ્વારા એક AI જનરેટેડ વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો કે જેમાં ગોપાલ ઇટાલિયાને એવું કહેવામાં આવ્યું હતું કે આ બધું તું બંધ કર. હવે એક ફોટો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. જેમાં AI જનરેટેડ એક ફોટો છે, Keshubhai Patel છે અને સાથે જ ગોપાલ ઇટાલિયા છે, વિસાવદરનું બોર્ડ પણ દેખાય છે અને પાછળના તરફ વિસાવદરની જનતા પણ ઊભી હોય એ પ્રકારની એક ઈમેજ બનાવવામાં આવી છે. અને કેશુ બાપાએ જાહેર બજારની અંદર ગોપાલ ઈટાલિયાને થપ્પડ મારતા હોય આ પ્રકારનો એક ફોટો છે.
આ પણ વાંચો – Visavadar: ઉમેદવાર જાહેર થયા બાદ શું બદલાયા સમીકરણો?