ફરીથી એકવાર Visavadar ની રાજકીય હવામાં જનચર્ચાનો વિષય બન્યા છે પૂર્વ મંત્રી Jawahar Chavda. તાજેતરમાં Visavadar માં આયોજિત આહીર સમાજના વિશાળ કાર્યક્રમમાં ચાવડાએ હાજરી આપી અને સામાજિક એકતા, સંગઠન તથા વિસ્તારમાં તેઓની સંવેદનશીલ જોડાણ અંગે ભાવુક સંબોધન કર્યું. કાર્યક્રમ દરમિયાન ચાવડાએ જણાવ્યું કે, “આ વિસ્તારમાં સૌથી મોટી વાત એ બની છે કે તમે સંગઠિત થયા છો. આ સંગઠનની તાકાત હવે હદ્દની આ વિસ્તાર પણ બની છે.”
આ પણ વાંચો – Jamnagar: વિધવા મહિલા યોજનાના નામે છેતરપિંડી
જવાહર ચાવડા સ્ટેજ પરથી એવી ભાવુક વાતો પણ કરી જેનાથી સ્થાનિક સમર્થકોમાં નવી ઉર્જા જણાઈ. તેઓએ કહ્યું: “મારી ઓળખ જ્યાં જ્યાં છે એના પાયામાં તમે છો. તમારે જ્યાં જરૂર પડશે, ત્યાં કહેજો – હું છું.” વિશેષ ઉલ્લેખનીય છે કે, પાછલા સમયમાં વિસાવદરથી ભાજપના કિરીટ પટેલની હાર વખતે પણ જવાહર ચાવડા ચર્ચામાં આવ્યા હતા, જેને સ્થાનિક રાજકારણમાં ચાવડાની અસર તરીકે જોવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, “મારે તમારો કોઈ રાજકીય ફાયદો નથી જોતો, પણ વિસાવદર તાલુકામાં હું સમાજ ભેગો રાખીશ અને જરૂર પડ્યે આગળ રહીશ.” ચાવડાની આ રજૂઆતથી Visavadar માં રાજકીય ગરમાવો ફરી વધી ગયો છે. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે, ચાવડા ભવિષ્યમાં ફરીથી સક્રિય રાજકારણ તરફ વળવાનું વિચારતા હોય તેવી શક્યતા નકારી શકાય નહીં.