Visavadar વિધાનસભાની અંદર બે બૂથ ઉપર ફરી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે વહેલી સવારે માલીડા અને નવા વાઘાણીયાની અંદર ફરી એકવાર મતદાન શરૂ થયું છે. બે ગામમાં બોગસ મતદાન થયું હોવાનો એ રિપોર્ટ કરાયો હતો. જેના આધારે બંને ગામની અંદર ફરી એક વખત મતદાન કરવા માટે મતદાતાઓ પહોંચ્યા છે. માલીડા ગામ ખાતે વહેલી સવારથી જ મતદાતાઓએ મતદાન કરવા માટે પહોંચ્યા છે. માલીડામાં પુરુષોની સંખ્યાની વાત કરવામાં આવે તો 318 જો કે સામે માલીડા ગામની અંદર કુલ વસ્તી એ 648 ની આસપાસ છે.
બંને બૂથ ઉપર માલીડા અને નવા વાઘણીયા બૂથ ઉપર મતદાનની શરૂઆત કરવામાં આવી છે. બંને ગામમાંથી કુલ 921 મતદારોમાંથી 240 મતદાતાઓએ પોતાનો મતાધિકારનો બીજી વખત ઉપયોગ કર્યો છે. Visavadar માં બે બૂથ ઉપર ફરી એકવાર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે વહેલી સવારે આ બંને બૂથ ઉપર મતદાન શરૂ થયું છે. જો કે બે દિવસ પહેલા એટલે કે 19 તારીખે બંને બૂથ ઉપર મતદાન થયા હતા. બોગસ મતદાન થયા હોવાની વાત સામે આવી હતી જેને લઈને ત્યાંથી ફરી એક વખત મતદાન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો – Gopal Italia: પોલીસ અને ભાજપ નેતા સામે થયા લાલઘૂમ