Visavadar: ચેલેન્જની રાજનીતિ, ઈટાલિયા મેદાને!

Visavadar

ગુજરાતમાં જ એક નવો રાજકીય ડ્રામા સર્જાયો. નવો જ એક રાજકીય ખેલ થયો. આ તમામની વચ્ચે હવે ગુજરાતની અંદર આમ તો કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો એ પક્ષ પલટો કરતો હોય છે અથવા તો તેમની પાર્ટી તેમને સસ્પેન્ડ કરતા હોય છે. ત્યારે જ કોઈ રીતે વ્યક્તિ રાજીનામું આપતું હોય છે. પણ હાલ જે ગુજરાતની અંદર આ એક રાજકીય ડ્રામા સર્જાયો. જેમાં સૌ કોઈના મનમાં વિચાર હતો સૌ કોઈના મનમાં એવી વાત હતી કે કદાચ Visavadar થી ગોપાલ ઈટાલિયા ગાંધીનગર પહોંચી શકે છે. પણ ન તો કંઈ આવું થયું, માત્ર Kanti Amrutiya પોતાના સમર્થકો સાથે ગાંધીનગરમાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો – Kanti Amrutiya: પુત્ર પણ ગોપાલ ઈટાલિયા સામે પડ્યાં

જ્યારે Visavadar થી Gopal Italia અને કાંતિ અમૃતિયા વચ્ચે આ ચેલેન્જ વર્સીસ ચેલેન્જની રાજનીતિ થઈ અને વિસાવદરમાં હજી ગોપાલ ઈટાલિયા ચૂંટાઈને આવ્યા. તેને માત્ર એકાદ મહિના જેટલો સમય થયો છે. ત્યાંની જનતાએ તેમના ઉપર ભરોસો રાખ્યો છે. કેમ કે અત્યાર સુધી વિસાવદરમાંથી જે પણ કોઈ ભૂતકાળમાં ધારાસભ્યો જીતીને આવ્યા છે તે અનેક વખત પક્ષ પલટો કરી રાજીનામું આપી અને પોતાના રાજકીય લાભ માટે પાર્ટી બદલાવતા રહ્યા છે. એટલા માટે હવે ક્યાંકને ક્યાંક જનતા પણ ચિંતામાં હતી.

Scroll to Top