Visavadar વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખરાખરીનો જંગ છે. આમ આદમી પાર્ટી Gopal Italia ને મેદાને ઉતારતાની સાથે જ છેલ્લા બે મહિનાથી મહેનત કરી રહ્યું છે. જો કે ભાજપે હવે છેલ્લી ઘડીએ કિરીટ પટેલના નામની જાહેરાત કરી. કિરીટ પટેલે ફોર્મ પણ ભર્યું અને કોંગ્રેસે નિતિન રાણપરિયાને મેદાને ઉતાર્યા છે. Nitin Ranpariya, Kirit Patel અને ગોપાલ ઈટાલિયાએ હવે ધમખમથી પોતાનો પ્રચાર પ્રસાર શરૂ દીધો છે. જો કે આ તમામની વચ્ચે સોશિયલ મીડિયામાં એક ગામના સરપંચનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયો વિસાવદર ભેંસાણ વિસ્તારનો છે. કેમ કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અહીં પ્રચાર માટે પહોંચ્યા હતા. પ્રચાર માટે જ્યારે કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા ત્યારે ગામના સરપંચે આ તમામ કાર્યકર્તાઓનો ઊધડો લીધો. ગામના સરપંચ એવું કીધું કે તમારી અહીંયા કોઈ જ જરૂર નથી. જો કે સામે આમ આદમી પાર્ટી એવું કહી રહ્યા હતા કે તમે ભાજપ પ્રેરિત છો, ભાજપના સમર્થક છો, એટલા માટે તમે આવી વાત કરી રહ્યા છો. ખાટા, મોળા, કડવા અને મીઠા અનુભવ તો દરેક રાજનેતાઓને થતા હોય છે. પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જે અનુભવ થયો તે જોવા મળશે આ નીચેના વીડિયોમાં.