Visavadar પેટા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીના નેતા Gopal Italia એ ભવ્ય જીત હાંસલ કરી છે. ગોપાલ ઈટાલિયાએ આ પેટા ચૂંટણીમાં 17,581 મતની લીડ સાથે ભવ્ય જીત મેળવી છે. જોકે, ભાજપના Kirit Patel ની હાર થઈ છે. આ જીતે ગુજરાતના રાજકીય પટ પર ભાજપના 18 જૂનના સપનાને મોટો ઝટકો આપ્યો છે.
ગોપાલ ઈટાલિયાએ જીત બાદ જનતાની વચ્ચે જઈને કહ્યું કે, આ ચૂંટણીમાં કેટલાય દિવસથી આપણે જોતા કે એક તરફ પૂરી તાકાત લાગી ગઈ. એક તરફ પૈસા, એક તરફ પોલીસ, એક તરફ ગુંડા, એક તરફ દારુ, એક તરફ ધારાસભ્ય, એક તરફ સાંસદ સભ્ય. એક તરફ મંત્રી. એક તરફ કેબિનેટ મંત્રી. એક તરફ મુખ્યમંત્રી. એક તરફ તમામ ગૌરવ. અને એક તરફ આપણે સૌ નાના માણસોનો સંકલ્પ ,એક તરફ આપણે અને એક તરફ સત્તા.
તેમણે વધુમાં કહ્યું કે, દોસ્તો મને કહેતા ગર્વ થાય છે કે તમે બધાએ ભેગા મળીને ગુજરાતને નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે. તમે એ સાબિત કરી બતાવ્યું છે કે પૈસાની તાકાત નથી, દારૂની તાકાત નથી, સત્તાની તાકાત નથી, ગુંડાની તાકાત નથી પણ કરોડો લોકોના સંકલ્પની તાકાત શ્રેષ્ઠ તાકાત છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આખું ગુજરાત આ Visavadar ની ચૂંટણીની ઉજવણી કરી રહ્યું છે.