જૂનાગઢ જિલ્લાના Visavadar તાલુકામાં સસ્તા અનાજના કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. હાલમાં સામે આવેલી વિગતો મુજબ આમ આદમી પાર્ટીના Visavadar ના સહ મંત્રી તરીકે ઓળખાતા રજાક પરમારના ઘરે 48 અનાજના કટા મળ્યા હોવાના ગંભીર આક્ષેપ થયા છે. આ કેસે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો પેદા કર્યો છે.
5 ઑગસ્ટે જેતલવડ ગામે પડી રેડ
આ મામલે સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે 5 ઑગસ્ટના રોજ જેતલવડ ગામમાં કેટલાક સ્થાનિક લોકો અને AAP ના કાર્યકરોની હાજરીમાં એક રેડ પાડી હતી. રેડ દરમિયાન એક સસ્તા અનાજની દુકાન, જેનું લાઇસન્સ રજાક પરમારના નામે નોંધાયેલું છે, તેની આસપાસ તપાસ હાથ ધરાઈ હતી.
આ પણ વાંચો – BJP Gujarat: સી. આર. પાટીલે તમામ ધારાસભ્યોની મિટિંગ બોલાવી
AAP નેતાને લગતા ઘરમાંથી અનાજ મળ્યાનો આરોપ
સૂત્રો અનુસાર, રેડ દરમિયાન રજાક પરમારના નિવાસસ્થાનમાંથી 48 અનાજના ભરેલા કટા મળી આવ્યા હોવાનો દાવો સ્થાનિક સ્તરે થઈ રહ્યો છે. જો કે, આ અંગે હજુ સુધી અધિકૃત પોલીસ પત્રકાર પરિષદમાં કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી.
રાજકીય રંગ પણ અપાયો
આ મામલાને લઈને BJP તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી ભાજપને બદનામ કરવાની કોશિશ કરતી હતી, પરંતુ હવે પૂરાવાઓ આપના પોતાના નેતાઓની તરફ ઉંગલી ઉઠાવે છે. બીજી તરફ, AAPના સ્થાનિક કાર્યકરો એ આ ઘટનાને રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત બતાવી છે અને રજાક પરમાર સામેના આરોપોને ખોટા ગણાવ્યા છે.



