Visavadar : ચૂંટણી લડવા ભાજપના એક નેતાએ ઝભા સીવડાવ્યા અને ભોંઠા પડ્યા

Gujarat : વિસાવદર (Visavadar) ની પેટા-ચૂંટણી એ અત્યારે ચર્ચાનો વિષય બની છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સંગઠનના એક પટેલ નેતા કે જેને ઝભ્ભા પણ સિવડાવી લીધા હતા. પરંતુ વિસાવદર (Visavadar) માટે એ નેતાને એમ થયું કે હર્ષદ રીબડિયા (Harshad Ribadiya) ભાજપમાં આવીને હારી ગયા છે. ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે. એટલે હવે તો પાક્કું ભૂપતભાઈની અને હર્ષદભાઈની લડાઈમાં લાડવો મારે ખાવાનો છે. આ નેતાએ વિસાવદર (Visavadar) ની ચૂંટણી લડવા નવા ઝભ્ભા-કોટી શિવડાવી લીધા પણ કરમની કઠણાઈ તો જોવ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા (Gopal Italiya) ને મેદાને ઉતારતા આ નેતાના જભા હવે કબાટમાં જ પડ્યા રહેવાના હોય તેવું લાગી રહ્યું છે.

વિસાવદર માટે એક પાટીદાર નેતાના નામની કંકોત્રી ?

વિસાવદર (Visavadar) ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાના પ્રમુખ ચહેરા એમાંના ગોપાલ ઈટાલિયાને વિસાવદર (Visavadar) ની ચૂંટણીની ટિકીટ આપી દીધી છે. એટલે અત્યારે તો ઈટાલિયા નવા ઝભ્ભા સિવડાવી વિસાવદર (Visavadar) પહોંચ્યા છે. આમ તો ઈટાલિયા ઝભ્ભા નથી પહેરતા એટલે કાઠિયાવાડની ભાષામાં વાત કરીએ તો પાટલૂનને બુસકોટ સિવડાવી ગોપાલભાઈ વિસાવદર (Visavadar) પહોંચી ગયા છે. ચૂંટણી જ્યારે જાહેર થાય ત્યારે પણ ગોપાલભાઈએ અત્યારથી પોતાની કંકોત્રી લખાવી દીધી છે. હવે ગોપાલ ઈટાલિયા તો વિસાવદર (Visavadar) આવી ગયા પણ ઈટાલિયા હારે કે જીતે જે થાય એ પણ ઈટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના એક નેતાએ નેતાનું ગણિત અને સેટિંગ વીખી નાખ્યું છે. ભાજપના પાટીદાર સમાજના એ નેતા સપના જોતા હતા કે હર્ષદ રીબડીયા ભાજપમાં આવીને હારી ગયા એટલે હર્ષદલાલની બાદબાકી સાથે ભૂપતલાલ આમ આદમીમાંથી જીતી ગયા એટલે હવે વિસાવદર ઉપર આપણે કબજો કરી શકશું. આપણે વિસાવદરથી ચૂટણી લડી શકશું. પણ ભાજપના એ પાટીદાર સમાજના નેતાની કરમની કઠણાઈ એવી થઈ કે જોગાનું જોગ ભૂપત ભાયાણી પણ ભાજપમાં આવી ગયા. હવે આ નેતા એવા હલવાણા કે હવે લડવા ક્યાં જાવું.

પાટીદાર સમાજના એક નેતાએ નવા ઝભ્ભા અને કોટી બનાવ્યા

ગોપાલ ઇટાલિયાને વિસાવદર (Visavadar) વિધાનસભા માટે aap માંથી ઉમેદવાર તરીકે ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ જાહેર કર્યા છે. ત્યારે હવે આ નેતાને ટિકિટ મળવાની સંભાવના ઓછી થઈ ગઈ છે. ગોપાલ ઈટાલિયાને આમ આદમી પાર્ટીએ ત્યાંથી ટિકિટ આપી દીધી એટલે હવે ભાજપ પણ મૂજાણું છે કે ગોપાલ જેવો ચહેરો જ્યારે આમ આદમી પાર્ટીમાંથી જૂનાગઢ જિલ્લાની વિસાવદર (Visavadar) બેઠક પર જ્યારે લડવા આવી રહ્યો છે. ત્યારે હવે ભાજપને એવું લાગે છે કે આપણે હર્ષદ રીબળિયાને જ મેદાને ઉતારવા પડશે કારણ કે હર્ષદ રીબળયા લળાયક નેતા છે. સ્થાનિક નેતા છે ખેડૂત ના પ્રશ્ને લડતા રહે છે પટેલ સમાજમાંથી આવે છે લોકોના મનમાં એક બેસતો ચહેરો છે વિશ્વાસવાળો ચહેરો એટલે નહીં કારણ કે હર્ષદ રીબડીયા પણ પક્ષ અને વિસાવદર (Visavadar) ની જનતાના દગાખોર છે. વિસાવદરની જનતાએ કોંગ્રેસમાંથી ચૂંટીને મોકલ્યા હતા પણ એમને દગો કર્યો અને વિસાવદરની જનતાએ એમના દગા બદલ એમને સજાના ભાગ રૂપે ઘરે પણ બેસાડી દીધા. ભૂપત ભાયાણી (Bhupat Bhayani) ને જનતા લઈ આવી તો ભૂપત ભાયાણી પણ એમની સાથે દગો કર્યો વિસાવદર (Visavadar) ની જનતા સાથે દગો કર્યો. હર્ષદભાઈ ગયા ત્યાં ભૂપતભાઈ ગયા અને ત્યાં જ પાર્ટીના એક નેતા જે સપના જોતા હતા. ઝભ્ભા પણ સિવડાવી લીધા હતા પણ ગોપાલ ઈટાલિયાએ આ નેતાના જબ્બાની સાઈઝ વીખી નાખી. ગોપાલ ઈટાલિયા મજબૂત ચહેરો છે લડત પણ આપશે વોટ પણ મળવાના છે કારણ કે ભૂપતભાણી ત્યાં જીત્યા હતા એટલે કોંગ્રેસ ત્યાં ડિપોઝિટ ડૂલ કરવાની વાત કરતી હોય. આમ આદમી પાર્ટીની ભાજપની એવી વાત કરતી હોય કે અમે ડિપોઝિટ ડૂલ કરશું તો આવા એક પણ ફાંકા ફોદારી ત્યાં ચાલવાની નથી એટલે હવે ભાજપને કોંગ્રેસે મજબૂત ઉમેદવાર જ આપવો રહ્યો ભાજપના એક સરસ મજાના સંગઠનના નેતા કે જે તૈયારી કરીને બેઠા હતા.

નવા ઝભ્ભા સીવડાવેલા નેતા હવે શું કરશે

વિસાવદર (Visavadar) માં પણ હવે એ નેતાના જબ્બા ત્યાં પડ્યા રહેશે જ્યાં તેમને સીવડાવીને મૂકી રાખ્યા છે. કેમકે સમીકરણો એવા બેઠા છે કે ભાજપ ફરી હર્ષદ રીબડિયાને જ માર્કેટમાં લઈ આવશે. એવું અત્યારે ભાજપના અંગત સૂત્રો કહી રહ્યા છે અને લાગી પણ રહ્યું છે. પછી તો નક્કીની આ નેતાના જબ્બાના ખિસ્સામાં કેટલો પાવર હોય, ખિસ્સો મજબૂત હોય તો પાછા આવી પણ જાય પણ ભાજપને જીતના ઉમેદવાર જોતા હોય છે અને જીતમાં અત્યારે હર્ષદ રીબડિયાનું નામ ચાલી રહ્યું છે.

Scroll to Top