Virat Kohli: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલી (Virat Kohli) ની નિષ્ફળતા બાદ તે સંન્યાસ લેશે તેવા સમાચાર સામે આવ્યા હતા. પરંતુ મળતી માહિતી અનુસાર વિરાટ કોહલી (Virat Kohli) હાલ નિવૃત્તિ લેવાનો નથી. હવે ફેન્સના મનમાં સવાલ છે કે કોહલી ક્યારે નિવૃત્તિ લેવાનો છે?આ પ્રશ્નન એટલે મહત્વનો બની ગયો છે. કારણ કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તે રન બનાવામાં અસફળ રહ્યો હતો. આ ઉપરાંત તેનું 2024માં પણ ખાસ પ્રર્દશન જોવા મળ્યું હતું નહીં.
વિરાટ કોહલી (Virat Kohli) હાલ નિવર્તી લેવાનો નથી
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલીએ એકમાત્ર પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. કોહલી (Virat Kohli) એ 9 ઇનિંગ્સમાં 23.75ની ખરાબ એવરેજથી 190 રન બનાવ્યા હતા. એટલે કે બાકીની 8 ઈનિંગ્સમાં તે કંઈ ખાસ કરી શક્યો ન હતો. આખી સિરીઝમાં 200 રન પણ બનાવી શક્યો નહીં. વિરાટ કોહલી (Virat Kohli) જે 8 ઇનિંગ્સમાં આઉટ થયો હતો તેમાં મોટાભાગે તે ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર જ આઉટ થઈ જતો હતો.
પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી
હવે સવાલ એ છે કે, આટલા શરમજનક પ્રદર્શન બાદ વિરાટ (Virat Kohli) આગળ શું નિર્ણય લેશે? હાલમાં આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. જે રીતે રોહિતે સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ પણ વધુ રમવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. વિરાટે આવું કોઈ નિવેદન આપ્યું નથી. પીટીઆઈના અહેવાલ મુજબ વિરાટ (Virat Kohli) પણ અત્યારે નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી.ભારતે ઈંગ્લેન્ડ પ્રવાસ પર 6 મહિના પછી આગામી ટેસ્ટ શ્રેણી રમવાની છે. એક પૂર્વ પસંદગીકારે પીટીઆઈને કહ્યું કે, રોહિત હોય કે વિરાટ (Virat Kohli) જો તેમને આગામી ટેસ્ટ શ્રેણી રમવી હોય તો તેમને ટેસ્ટ ક્રિકેટ રમવી પડશે. માત્ર આઈપીએલના પ્રદર્શનના આધારે તેની પસંદગી કરવામાં નહીં આવે.