Viral Video: યુવક-યુવતીની અશ્લીલ હરકત

Viral Video

વડોદરા બાદ હવે સુરતમાં પણ યુવક-યુવતીની અશ્લીલ હરકતનો Viral Video થતા ચકચાર મચી ગઈ છે. માહિતી અનુસાર, સુરતમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન યુવક-યુવતી સોફામાં બેસીને અશ્લીલ હરકત કરતા જોવા મળ્યા. બાજુમાં લોકો બેઠા હતા છતાં કપલ ખુલ્લેઆમ રોમાન્સમાં મશગૂલ હતું. હજારો લોકોની હાજરી વચ્ચે કપલ જાણે હોટેલના રૂમમાં હોય તે રીતે વર્તતું હતું.

સામાજિક મિડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થતા ભારે ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને માતાજીના આરાધનાના સમયમાં આવા દ્રશ્યો જોવા મળતા યુવાનોની સંસ્કૃતિને લઈને સવાલો ઊભા થયા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આજકાલના યુવાનો ધાર્મિક પ્રસંગોમાં પણ શિસ્ત ભૂલી અશોભનિય વર્તન કરે છે. Viral Video થયા બાદ કપલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સોશિયલ મિડિયા પર અનેક લોકો તંત્રને આવાં બનાવોને રોકવા અપીલ કરી રહ્યા છે.

આ પણ વાંચો – Gold Market: બજારમાં ફરી એક વાર તેજી

Scroll to Top