Vimal Chudasama: ખનીજ ચોરો સામે થયા લાલઘૂમ

Vimal Chudasama

જૂનાગઢ જિલ્લાના ચોરવાડ વિસ્તારમાં ખનીજ ચોરી મુદ્દે ફરી એક વખત ઉથલપાથલ મચી છે. આ વખતના આક્ષેપો આવેલા છે સીધા સોમનાથના ધારાસભ્ય Vimal Chudasama ની તરફથી, જેમણે ખનિજ ચોરીના મુદ્દે ખનિજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. Vimal Chudasama એ જણાવ્યું કે, “અમે અનેક વખત રજૂઆત કરી છે કે ચોરવાડ અને આસપાસના વિસ્તારોમાં બેધડક રીતે રેતી, મોરમ અને અન્ય ખનીજ પદાર્થોની ચોરી થઈ રહી છે, છતાં ખનીજ વિભાગ કાર્યવાહીમાં નિષ્ફળ રહ્યો છે.”

 આ પણ વાંચો – Weather Tracker: આગામી 3 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદ

ધારાસભ્યએ વધુમાં દાવો કર્યો કે તેમણે “સિદ્ધા કમિશ્નરને ફોન કરીને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું, પણ જવાબ તરીકે માત્ર છટક બારી મળી.” ચુડાસમાએ વધુમાં દાવો કર્યો કે ખનીજ વિભાગના કેટલાક કર્મચારીઓ હપ્તા લેતા હોવાના અનુમાન છે અને તેથી જ તેઓ કાર્યવાહી ટાળી રહ્યા છે. “અમે અનેકવાર બોલ્યા છીએ, ધારાસભ્ય તરીકે રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી. હવે લોકોના સહનશીલતાનો કસોટી આવી ગઈ છે.”

ચુડાસમાના જણાવ્યા મુજબ, “જ્યાં સુધી ખનીજ ચોરીમાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં નહીં લેવાય, ત્યાં સુધી આ ચોરી અટકાવવી મુશ્કેલ છે. હવે ખનીજ વિભાગ અને સ્થાનિક પ્રશાસન જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરે તે જરૂરી છે.”

 

Scroll to Top