Vikram Thakor News : વિધાનસભામાં જીગ્નેશ કવિરાજ સહિત અનેક કલાકારોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ વિક્રમ ઠાકોર કે અન્ય ઠાકોર સમાજના નેતાને બોલાવવામાં ન આવતા સમગ્ર ઠાકોર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આ અંગે વિક્રમ ઠાકોર અને સાગર પટેલ ભડક્યા છે. હાથમાં છે વ્હિસકી અને બૈરૂ ગયું પિયર જેવા ગીત ગાનાર કલાકારોને ભાજપ સન્માન કરે તેવા આક્ષેપો કર્યા હતા.