Ahmedabad plane crash માં Vijay Rupani ની અણધારી વિદાયથી બાળપણના મિત્ર જૂની વાતો વાગળતાં થયા…
અમદાવાદની ધરતી 12/06ના રોજ રક્તરંજિત થઈ. અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ દેશવાસીઓને ચોંકાવી દીધા છે. આ ઘટનામાં 300 કરતા વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતે આખા દેશને હચમચાવી દીધો છે. આ ઘટનાના મૃતકોની યાદીમાં રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ છે.
વિજય રૂપાણીને રાજ્યની જનતા હંમેશા સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે યાદ કરશે. પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા. આમ તો, તેઓ 2 દિવસ પહેલા જ લંડન જવાના હતા પરંતુ પંજાબના પ્રભારી હોવાના કારણે પ્રચારમાં ગયા અને સોમવારે લંડન જવા નીકળ્યા હતા. પરંતુ ટેકઓફની 2 જ મીનિટમાં દુર્ઘટના ઘટી હતી.
ત્યારે વિજય રૂપાણીના સગા અને મિત્રો પણ શોકમાં છે. તેઓ વિજય રૂપાણી સાથેની યાદો વગોળતાં રડવા લાગ્યા.તેઓ તેને યાદ કરતાં કહ્યું કે વિજયભાઈ હંમેશા અમારી સાથે રહેતા. મારા બાયપાસ વખતે એક સતત સાથે રહીને મને અમદાવાદ લઈ ગયા. ત્યા બાયપાસ કરાવ્યું.સતત ચિંતા કરતા કે રીશનભાઈ તમારું આટલું શરીર છે એટલે બાયપાસમાં મુશ્કેલી છે, છતાં પણ આપણે અમદાવાદ વૈદ આપણા જૈન સાહેબ પાસે કરાવીએ અને ત્યારે તેઓ સીએમ હતા એમને તરત ફોન કરી અને બધી વ્યવસ્થા કરાવી અહીથી બે ડોક્ટરો ને ભેગા મોકલતા. ત્યાં સુધીને એ વ્યાધિ કરતા એ ફર નથી એ ઋણ કોઈદી ભુલાશે નહી.
રાજકોટને રંગીલું બનાવનાર વિજયભાઈ હતાં. રાજકોટની કોઈપણ કોઈપણ સંસ્થાનું કામ હોય તો વિજયભાઈ હંમેશા આગળ હોય વિજયભાઈના અંગત મિત્રોમાં એક અમારું ડર્ટી ડઝન ગ્રુપ હતું. એ દર વર્ષે સાથે બેસીએ પતંગો ઉડાડીએ સાથે જમીએ સાથે રમીએ, સાથે ગીતો ગાઈએ, આટલી સરળતા એની પોતે પાથરણા પાથરવા માંડે અમારું 13 લોકોનું દર્જન. છેલ્લો મેસેજ એજ કે ભગવાન એના આત્માને શાંતિ આપે.
આ પણ વાંચો-Ahmedabad Plane Crash: સાંભળો આ મંત્રીની ડંફાસો