Vijay Rupani: ગાર્ડ ઓફ ઓનર સાથે આપવામાં આવશે અંતિમ વિદાય

Vijay Rupani

12 જૂનની બપોરે 1.40 એ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં Vijay Rupani નું નિધન થયું હતું. પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું છે. Rajkot માં આવતીકાલે રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે. રૂપાણી પરિવારના સભ્યો આજે ગાંધીનગરમાં જ રોકાશે.

તો બીજી તરફ રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે. તેમજ પોલીસે અંતિમ યાત્રાના એક કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

આ પણ વાંચો – Breaking News: Vijay Rupani ના DNA થયા મેચ, થોડી વારમાં પરિવારને સોંપશે પાર્થિવ દેહ

સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. આજે તેમના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ધ્યાન શંકર પ્રગટેશ્વર મંદિર ખાતે રાજકીય સન્માન સાથે મુખ્યમંત્રી તેમજ મંત્રી મંડળના સભ્યો અને પાર્ટીના મુખ્ય આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. રામનાથ પરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

Scroll to Top