ગુરૂવારના રોજ અમદાવાદ ખાતે વિનાશક વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani સહિત કેટલાય લોકોના મોત નીપજ્યા છે. જેને લઇ આજે Rajkot ના તમામ ધંધા-રોજગાર બંધ રાખવાનું વેપારીઓએ સ્વયંભૂ નિર્ણય લીધો છે. જેને લઇ આજે સવારથી તમામ બજારો બંધ જોવા મળી હતી. સાથે સાથે તમામ ધંધાર્થીઓ જ નહીં પરંતુ મોટા ઉદ્યોગકારો, શહેરની GIDC તેમજ કેટલાય પેટ્રોલ પંપ સંચાલકો પણ આ બંધમાં જોડાયા હતા. તેમજ સ્કૂલ અને સંચાલકો પણ આ બંધમાં જોડાયા હતા.
સામાન્ય રીતે વેપારીઓ બંધનું એલાન આપતા હોય છે. જે સમયે નાના મોટા ઝણઝાર થયો તેમ જ સોની બજાર બંધ રહેતી હોય છે. પરંતુ આ વખતે પહેલી વખત મોટા ઉદ્યોગપતિઓ તમામ GIDC અને પેટ્રોલ પંપ પણ શહેરના બંધ જોવા મળ્યા હતા અને પૂર્વ મુખ્યમંત્રીને વિજય રૂપાણી શ્રદ્ધાંજલિ આપી હતી.
આજે પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના શ્રદ્ધાંજલિ રૂપે સંપૂર્ણ રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં શાળા કોલેજ પણ જોડાઈ છે. ત્યારે આજે વહેલી સવારથી જ શિક્ષણ કાર્ય પણ રાજકોટ શહેરનું બંધ જોવા મળ્યું હતું. સ્કૂલ અને કોલેજના સંચાલક ડો. જયપાલસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે આજે રાજકોટની તમામ સ્કૂલ અને કોલેજ બંધ રાખવાનું નિર્ણય કરવામાં આવ્યો છે.
જ્યારે વિજયભાઈ રાજકોટના કોર્પોરેટર હતા અને મુખ્યમંત્રી બન્યા ત્યાંથી સમગ્ર રાજકોટને કેટલી મોટી ભેટ મળી છે. જેમાં ખાસ કરીને એમ્સ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત કેટલી વસ્તુ રાજકોટને ભેટ આપી છે. ત્યારે આજે તેમને શ્રદ્ધાંજલિ રૂપે શહેરની તમામ સ્કૂલો અને કોલેજો બંધ રાખવામાં આવી છે.