Vijay Rupani: વિજય રૂપાણીના નિધનથી ડ્રાઈવર થયા ભાવુક

ગુરુવારે અમદાવાદ ખાતે થયેલી પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના નિધનના સમાચાર મળતાની સાથે જ તેમના વતન Rajkot માં શોકની ગહેરી લાગણી છવાઈ ગઈ છે. આ દુઃખદ સમાચારથી તેમના અંગતજનો અને કાર્યકરોમાં ગમગીની વ્યાપી છે. Vijay Rupani સાથે છેલ્લા 25 વર્ષથી Driver તરીકે ફરજ બજવતા રવજીભાઈ દવેરાને આ સમાચાર મળતા જ તેઓ આઘાતમાં સરી પડ્યા હતા.

રવજીભાઈ દવેરાએ ભીની આંખોએ જણાવ્યું કે, “વિજયભાઈએ મને ક્યારેય ડ્રાઇવર નહીં, પણ પરિવારનો સભ્ય માન્યો.” તેમણે વિજયભાઈને યાદ કરતા કહ્યું કે, “વિજયભાઈ રૂપાણી સાથે કામ કરનાર દરેક વ્યક્તિને પરિવારની જેમ સાચવતા હતા. તેમને ગીતો ગાવાનો ખૂબ જ શોખ હતો. જ્યારે અમે રાજસ્થાન સુધી પ્રચારમાં જતા, ત્યારે તેઓ મને એક જ રૂમમાં રોકાતા હતા. તેઓ ક્યારેય મને ડ્રાઇવર તરીકે ગણતા જ નહોતા, પણ હંમેશા પરિવારના સભ્ય તરીકે જ રાખતા હતા.”

આ પણ વાંચો – Vijay Rupani: સમગ્ર રાજકોટમાં આજે શોકનો માહોલ

રવજીભાઈએ વધુમાં જણાવ્યું કે, “અન્ય ક્યાંય પણ પ્રવાસમાં જાય તો પહેલા મારી ચિંતા કરતા અને કહેતા કે, ‘તું ભૂખ્યો ન રહેતો. મારે મીટીંગ ચાલશે, તું જમી લેજે અને તું આરામ પણ કરી લેજે, આપણે પછી અન્ય જગ્યાએ પણ નીકળવાનું છે.”

રવજીભાઈએ વિજયભાઈની એક ખાસ વાત પણ શેર કરી. તેમણે કહ્યું કે, “વિજયભાઈનો લકી નંબર 1206 હતો અને તેઓ હંમેશા 1206 નંબરની જ ગાડી પસંદ કરતા હતા. સૌથી પહેલા તેમને 1206 નંબરની ગાડી મળ્યા બાદ તેમની ખૂબ જ પ્રગતિ થઈ હતી અને ત્યારથી તેઓ હંમેશા આ જ નંબરની ગાડીઓ લેતા હતા. સૌથી પહેલા તેમણે જે WagonR ગાડી લીધી હતી, તે પણ અત્યાર સુધી તેમની પાસે હયાત છે.”

Scroll to Top