ભારતના Vice President જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ હવે દેશમાં નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી આયોગએ જાહેરાત કરી છે કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન 9 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. આ પદ માટે ઉમેદવારી ભરવાની અંતિમ તારીખ 21 ઑગસ્ટ છે. 21 જુલાઈની સાંજમાં Vice President Jagdeep Dhankar એ તંદુરસ્તી નબળી હોવાની દુહાઈ આપીને પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તે જ દિવસે તેઓ રાજ્યસભાની કાર્યવાહીમાં હાજર રહ્યા હતા. તેમના રાજીનામાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 22 જુલાઈએ મંજુરી આપી હતી. 74 વર્ષીય ધનખડનો કાર્યકાળ 10 ઑગસ્ટ 2027 સુધીનો હતો.
6 સ્ટેપમાં થાય છે ઉપરાષ્ટ્રપતિની પસંદગી
- ચૂંટણી માટે ચૂંટણી મંડળ રચાય છે
- ચૂંટણીની જાહેરાત (અધિસૂચના)
- ઉમેદવારી પ્રક્રિયા
- સાંસદોમાં જ પ્રચાર
- મતદાન પ્રક્રિયા
- મતગણતરી અને પરિણામ
જીત માટે ઉમેદવારને કુલ માન્ય મતોના 50%થી વધુ મળવા જોઈએ. પરિણામ રિટર્નિંગ ઓફિસર જાહેર કરે છે. NDA પાસે બહુમતી સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના આધાર પર તેના ઉમેદવારના જીતવાના ચાંસ વધારે છે.
આ પણ વાંચો – Malegaon Bomb Blast: તમામ સાત આરોપીઓ નિર્દોષ જાહેર
મહત્વપૂર્ણ તારીખો:
- ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ: 21 ઑગસ્ટ 2025
- મતદાન: 9 સપ્ટેમ્બર 2025
- પરિણામ: તે જ દિવસે જાહેર થવાની સંભાવના