KKRએ આ ખેલાડીને ખરીદવા તિજોરી તોડી નાખી, અધધ 23.75 કરોડમાં વેચાયો

આઈપીએલની ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે તેના એક ખેલાડીને ખરીદવા માટે તેની તિજોરી ખોલી દીધી હતી. વેંકટેશ અય્યર જેને કોલકાતા નાઈટ રાઈડર્સે 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વેંકટેશ અય્યરને ખરીદવા માટે RCB અને KKR વચ્ચે જોરદાર બોલી લાગી હતી. RCBએ આ ખેલાડીને 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે ખરીદવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ અંતે KKRનો વિજય થયો.

કોલકાતા નાઈટ રાઈડર્સે 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો

વેંકટેશ અય્યર KKR માટે મેચ વિનર ખેલાડી સાબિત થયો હતો. આ ખેલાડીએ વર્ષ 2021માં ફ્રેન્ચાઇઝી માટે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી આ ખેલાડીએ દરેક મોટી મેચમાં સારૂ પ્રદર્શન કર્યું છે. વેંકટેશ અય્યરે KKR માટે 50 મેચોમાં 31 થી વધુની સરેરાશથી 1326 રન બનાવ્યા છે. વેંકટેશ અય્યરે IPL 2024ની ફાઇનલમાં માત્ર 26 બોલમાં અણનમ 52 રન ફટકારીને કોલકાતાને ચેમ્પિયન બનાવ્યું હતું.

ગત IPLમાં શાનદાર પ્રદર્શન

વેંકટેશ અય્યરે IPLની ચારમાંથી 3 સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડી વર્ષ 2024માં KKR માટે 46.25ની એવરેજથી 370 રન બનાવવામાં સફળ રહ્યો હતો. અય્યરે છેલ્લી સિઝનમાં 4 અડધી સદી ફટકારી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 160ની આસપાસ હતો. વર્ષ 2023માં વેંકટેશ અય્યરે એક સદી અને 2 અડધી સદી સાથે 404 રન બનાવ્યા હતા.

લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી

તમામ ક્રિકેટ પંડિતોની ધારણા મુજબ પંતની હરાજીમાં જોરદાર બોલી જોવા મળી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ તેને ખરીદવા માટે શરૂઆતથી બોલી લગાવી હતી. જ્યારે તેની સાથે સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કેકેઆરની ટીમે બોલી લગાવી હતી. પરંતું LSGએ આ તમામ ટીમોને પછાડી લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી પંતને ખરીદી લીધો હતા.

Scroll to Top