વાવ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ, જાણો બંન્ને પાર્ટીના સંભવિત ઉમેદવારના નામ

લોકસભા ચુંટણીમા બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર(genibenthakor)ના ફાળે જતાં. સમગ્ર રાજ્યમાં લોકો વચ્ચે એક જ પ્રશ્ન ચાલી રહ્યો હતો કે, હવે વાવ બેઠક કોણ ફાળે જસે.અને તે લઈને વાવ વિધાનસભા બેઠક પર રાજકારણ ક્ષેત્રે મોટો ચર્ચાનો વિષય બની ગયો હતો. આ બેઠક પર ફરીથી ગેનીબેન ઠાકોર vs શંકર ચૌધરીની લડાઈ જોવા મળશે. તેમજ આ બેઠક એટલા માટે પણ ચર્ચાનો વિષે બની છે કારણ કે, વર્ષ 2012ની ચુંટણીમાં ગેનીબેન શંકર ચૌધરીની સામે હાર્યા હતા.

વાવની પ્રજા સમયાંતરે ઉમેદવાર બદલતા રહે છે

2017ની ચુંટણીમાં શંકર ચૌધરી પણ આ બેઠક પર ગેનીબેનની સામે હારી ગયા હતા. એટલે આ બેઠક માત્ર ભાજપની જ છે કે, માત્ર કોંગ્રેસની જ છે. કારણ કે, વાવની પ્રજા સમયાંતરે ઉમેદવાર બદલતા હોય છે. જેમ કે, વર્ષ 1998 અને વર્ષ 2002માં સતત કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. તો વર્ષ 2007માં આ બેઠક પર કોંગ્રેસનો સફાયો થયો હતો. ત્યારબાદ વર્ષ 2007 અને 2012માં ભાજપે વાવ બેઠક પર પોતાની સત્તા જમાવી હતી. પણ ત્રીજી ટર્મમાં વાવની પ્રજાએ પરિવર્તન કર્યું હતું. અને ફરીથી સતત બે ટર્મ સુધી 2022માં કોંગ્રેસની સત્તા જોવા મળી હતી.

8 ઉમેદવારોએ વાવ વિધાનસભા લડવા માટે ઉમેદવારી નોંધાવી હતી

કોંગ્રેસે(congress) ગઈકાલે જ વાવમાં પાર્ટીની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં 8 ઉમેદવારોએ વાવ વિધાનસભા લડવા માટે ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 નામ ઘણા સમયથી જ નક્કી છે. જેમાં પહેલું નામ ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસી રબારી.અને બંને ઉમેદવારો સાંસદ ગેનીબેન ઠાકોરના ખાસ છે. જેમાં ગુલાબસિંહ રાજપૂત જેવો થરાદના પૂર્વ ધારાસભ્ય છે. જોકે વર્ષ 2022ની વિધાનસભાની ચુંટણીમાં તેવો થરદથી લડ્યા હતા પરંતુ ભાજપ સામે હારી ગયા. તેમજ ગેનીબેન ઠાકોરને સાંસદ બનાવવામાં તેમણે મોટો હાથ રહેલો છે. જોકે હાલમાં વાવ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમનું નામ નક્કી જ છે.અને બીજા નામની વાત કરીએ તો તે નામ છે. ઠાકરસી રબારીનું વર્ચસ્વ રબારી સમાજમાં જોવા મળે છે.

ભાજપ(bjp)આ ઉમેદવાર ઉતારી શકે છે

સ્વરૂપજી ઠાકોરની વાત કરીએ તો તેવો અલ્પેશ ઠાકોરના સૌથી નજીકના વ્યક્તિ છે. તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ પણ તેવો રહી ચૂક્યા છે. અને વર્ષ 2022ની ચુંટણીમાં તેવો ગેનીબેન ઠાકોરના સામે માત્ર 3000 મતથી હાર્યા હતા. ત્યારબાદ વાત કરીએ મુકેશ ઠાકોર જેવો વાવ વિધાનસભા લડવા માટેના પ્રબળ ઉમેદવાર છે. જોકે તેવો ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન હાજર ન હતા.અને તેવો શંકર ચૌધરી(shankar chodhari)ના અંગત વ્યક્તિ છે. તેમજ વર્ષોથી ભાજપના પાયાના કાર્યકર્તા પણ છે.ત્યારબાદ ત્રીજું નામ છે. ગજેન્દ્રસિંહ રાણા જેવો વાવ(vav) સ્ટેટના રાજવી છે. હાલમાં સોશિયલ મીડિયામાં તેમનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે.

 

 

Scroll to Top