Vav માં “ઠાકોરવાદ” વચ્ચે હવે Alpesh Thakorએ વાયદાઓના પોટલાં ખોલ્યા

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે અસ્તવની જંગ જામી છે. ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપી છે. આ બંન્ને ઉમેદવાર ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. ચૂંટણી જીતવા માટે ભાજપે પોતાના ઉમેદવારને જીતાડવા માટે મોટા નેતાની ફોજ ઉતારી છે. હવે જ્યારે ચૂંટણી પ્રચાર ચાલુ થઈ ગયો છે. ત્યારે ભાજપ દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણનું ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે.

100 ટકા મતદાન કરવા ઠાકોર સમાજને કરી અપીલ – અલ્પેશ ઠાકોર 
દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે કહ્યું કે, ઠાકોર સમાજના જેટલા પણ મત હોય એટલા સ્વરૂપજીને મળવા જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ઠાકોર સમાજે 100 ટકા મતદાનું કરવાની અપીલ કરી છે. ઠાકોર સમાજે અલ્પેશજી લવિંગજી અને કસાજી જેવા મોટા મોટા નેતા બનાવ્યા છે. આપણે આ ચૂંટણી જીતવી જ પડશે નામ તેની નાદ એ નિશ્ચિત છે એટલે આપણે આ ચૂંટણી જીતવી જ પડશે. તમણે વધુમાં કહ્યું કે, સમાજના હિત અને રાજકારણ માટે થઈને આ ચૂંટણી આપણે જીતવી જ પડશે.

Scroll to Top