Vash: ફિલ્મી ક્ષેત્રે ગુજરાતી મૂવીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

Vash

ભારત સરકાર દ્વારા આપવામાં આવતાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની 71મી આવૃત્તિ માટે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડ ફિલ્મી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે. વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મો અને કલાકારોએ આ વર્ષે અનેક સન્માનો મેળવ્યા છે. ફિલ્મ Vash એ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે માન્યતા મળી છે. તો Vash ફિલ્મની અભિનેત્રી Janki Bodiwala ની બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસની શ્રેણીમાં પણ પસંદગી થઈ છે.

રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ

  • શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ – કટહલ – એ જેકફ્રૂટ મિસ્ટ્રી
  • શ્રેષ્ઠ ફીચર ફિલ્મ – 12th Fail
  • શ્રેષ્ઠ અભિનેતા – શાહરૂખ ખાન (જવાન)
  • શ્રેષ્ઠ અભિનેતા – વિક્રાંત મેસી (12th Fail)
  • શ્રેષ્ઠ અભિનેત્રી – રાની મુખર્જી (મિસેસ ચેટર્જી v/s નોર્વે)

આ પણ વાંચો – Viral Infection: દર્દીઓની સંખ્યામાં વધારો, શું તમે સાવચેત છો?

દક્ષિણ ભારતીય ફિલ્મો (Parking, Hanu-Man, Pookalam, Ullozhukku) અને ગુજરાતી-મરાઠી ફિલ્મોએ રાષ્ટ્રીય સિનેમામાં રંગબેરંગી ક્ષેત્રોમાં પોતાનો માહોલ બનાવ્યો છે. 71મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ એ ભારતની ફિલ્મ જગતની વિવિધતા, સામાજિક મેસેજ અને લોકપ્રિયતાને એક રંગભૂમિ તરીકે રજૂ કરે છે. જ્યારે 12th Fail, The Kerala Story, Parking, Rocky Aur Rani… જેવી ફિલ્મોએ શ્રેષ્ઠતા દર્શાવી, ત્યારે શાહરૂખ ખાન, વિક્રાંટ મેસી અને રાની મુખર્જી જેવા નામોએ પોતાનું સર્જનાત્મક યોગદાન રાષ્ટ્રીય સ્તરે ઓળખાવ્યું.

Scroll to Top