England સામે ઘાતક બોંલિગ ફેંકનાર બોલરની આ ફોર્મેટમાં થઈ વાપસી

Ind vs Eng One Day: ભારતીય ટીમનો સ્ટાર સ્પિનર ​​વરુણ ચક્રવર્તી (Varun Chakravarty) હાલમાં જ ઈંગ્લેન્ડ સામે રમાયેલી T20 સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો. વરુણે ટી20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણ તે પ્લેયર ઑફ ધ સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો હતો. હવે T20 શ્રેણી બાદ ઈંગ્લેન્ડ (England )સામેની વનડે સિરીઝમાં પણ વરુણ ચક્રવર્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝમાં સ્થાન મળ્યું

વરૂણ ચક્રવર્તી (Varun Chakravarty) ને ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.આ સાથે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટીમમાં પણ સામેલ કરી શકે છે.તમને જણાવી દઈએ કે તમામ ટીમો 12 ફેબ્રુઆરી સુધી ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ની ટીમમાં ફેરફાર કરી શકે છે.ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. સિરીઝની છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીએ રમાશે. આ રીતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં વરુણ (Varun Chakravarty) ના પ્રદર્શનને જોતા તેને ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy)  ની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે વરુણ (Varun Chakravarty) ને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરવામાં આવે છે કે નહીં.

ચક્રવર્તીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્થાન મળશે?

વરુણ ચક્રવર્તી (Varun Chakravarty) એ ટીમ ઈન્ડિયા માટે એક પણ વનડે મેચ રમી નથી. અત્યાર સુધી તે ટીમ ઈન્ડિયા માટે માત્ર 18 T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. જેમાં તેણે 14.57ની એવરેજથી 33 વિકેટ ઝડપી છે. વનડે સીરીઝ પહેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરીઝ રમાઈ હતી. આ T20 સિરીઝમાં વરુણ ચક્રવર્તી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. વરુણે 5 મેચમાં 9.86ની શાનદાર એવરેજથી 14 વિકેટ લીધી હતી. જેના માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.

 

Scroll to Top