Vadodra News: વડોદરા પ્રમુખની નિમુણક થતા કોંગ્રેસ ચડાવી બાંયો,વિકાસ રૂધાંશે…..

Vadodra News: ભાજપે રાજ્યના વિવિધ જીલ્લામાં પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ નવા નિમુંણક થયેલા પ્રમુખે ઉજવણી કરી હતી.વડોદરા (vadodra) શહેર પ્રમુખની નિમૂણક થતા શહેર કોંગ્રેસે વિરોધ કર્યો હતો. શહેર કોંગ્રેસના આગેવાન નિશાંત રાવલે જણાવ્યું કે, મૂળ પાટણના નિવાસીને ભાજપ વડોદરા (vadodra) શહેર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે પોરબંદરના નિવાસીને વડોદરાના સાંસદ બનાવવામાં આવ્યા છે.વડોદરા (vadodra) શહેરને લેબોરેટ્રી બનાવી ફરી વિશ્વામિત્રીને પૂર તરફ ધકેલી રહ્યા છે. જેથી વડોદરા (vadodra) શહેરનો વિકાસ ફરી રૂંધાશે.

વડોદરા શહેરને લેબોરેટ્રી બનાવી

ભાજપે વડોદરા (vadodra) શહેરને લેબોરેટ્રી બનાવી દીધી છે.ભાજપે વડોદરા (vadodra) શહેરને પહેલા આયાતી સાંસદ અને હવે આયાતી પ્રમુખ આપ્યા છે. આ બધા ભેગા થઈ વડોદરા (vadodra) શહેરનો વિકાસ રૂંધશે. ગત લોકસભાની ચૂંટણીમાં પોરબંદરના વતની એવા હેમાંગભાઈ જોશીને સાંસદ તરીકે થોપી બેસાડવામાં આવ્યા હતા. જેઓ શહેરનો ભૂગોળ વિષે કોઈ જાણકારી ધરાવતા નથી.

વિશ્વામિત્રી નદીના પૂર તરફ ધકેલી રહ્યું છે?

ભાજપે સંગઠનના શહેર પ્રમુખ તરીકે મૂળ પાટણના નિવાસી એવા ર્ડો જયપ્રકાશ સોનીની વરણી કરી છે. જેમને પણ વડોદરા શહેરના ભૂગોળ વિષે બિલકુલ જાણકારી નથી.આ ઉપરાંત તેઓને તેનું વોટિંગ વડોદરાના ક્યા બુથ પર હશે એ પણ તેને ખબર નથી.આવી રીતે ભાજપ વડોદરા શહેરને ફરી એક વાર વિશ્વામિત્રી નદીના પૂર તરફ ધકેલી રહ્યું છે? શું વડોદરાના સત્તાધારી પાર્ટીના મૂળ શાશકો જ વડોદરા શહેરના મૂળ નિવાસી નહિ હોય તો વડોદરા શહેરનો વિકાસ ફરી રૂંધાશે, એની જવાબદારી કોની હશે? આ નિમૂણક થતા વડોદરા (vadodra) નું ભવિષ્ય ધૂંધળું દેખાઈ કહ્યું છે. કોંગ્રેસ પાર્ટી આ બાબતને વખોડી કાઢે છે. ગામ,નગર,મહાનગરનો સાચો વિકાસ ત્યારેજ થાય જ્યારે રાજકિય પ્રતિનિધિ મૂળ વતની હોય

 

 

 

 

 

Scroll to Top