Vadodra News: વડોદરાની આ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

Vadodra News:  રાજ્યમાં આજે (24-1-25) વડોદરામાં નવરચના સ્કૂલમાં અફરાતફરી મચી ગઈ હતી. આ અફરાતફરી મચવા પાછળનું કારણ ભાયલીમાં આવેલ નવરચના સ્કૂલને ઈમેલ (gmail) દ્વારા એક મેસેજ મળ્યો હતો. આ msg બાદ સ્કૂલ સહિત સમગ્ર વડોદરા (Vadodra) માં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચ્ચી તપાસ હાથ ધરી હતી.

નવરચના સ્કૂલને ઉડાવી દેવાની ધમકી

મળતી માહિતી અનુસાર વડોદરા (Vadodra) શહેરમાં વિવિધ ત્રણ વિસ્તારમાં નવરચના સ્કૂલ આવેલી છે.શહેરના ભયલી વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને ઈમેલ (gmail) ના msg થકી ધમકી આપવામાં આવી હતી. આ ધમકી બાદ સ્કૂલે તાત્કાલીક પોલીસને જામ કરી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્ચી તપાસ હાથ ધરી હતી.સાથે સાથે પોલીસે અન્ય બે સ્કૂલમાં પણ તપાસ કરી હતી.પરંતુ આ તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. મીડિયા માહિતી અનુસાર ભાયલી નવરચના સ્કૂલના આચાર્ય કાશ્મીરા જૈશવાલને સવારે 5 વાગે ધમકી ભર્યો ઇ મેલ મળ્યો હતો.

વહેલી સવારે 5 વાગે ધમકી ભર્યો ઇ મેલ મળ્યો હતો

આ તમામની વચ્ચે નવરચના સકૂલના મેનેજર બીજુ કુરિયરે જણાવ્યું હતું કે, તમિલનાડુથી ધમકી ભર્યો ઈમેલ (gmail) આવ્યો હતો. સ્કૂલની પાઈપલાઈનમાં ટાઈમર બોમ્બ મુક્યો હોવાની ધમકી મળી હતી. પોલીસે ત્રણથી ચાર કલાક 3 નવરચના શાળાનું ચેકિંગ કર્યું હતું. તમામ પાણીની પાઈપલાઈન, ગેસ લાઈન, ડ્રેનેજ લાઈન સહિત તમામ વસ્તુનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.બી.ડી.એસ, ડોગ સકોર્ડ, સહિત પોલીસ અધિકારીઓએ ચેકીંગ કર્યું હતું. શાળાના તમામ ક્લાસરૂમ પણ ચેક કરાયા હતા. જોકે કોઈ જ વાંધાજનક વસ્તુ મળી આવી નથી.આજે શાળામાં રજા રખાઇ છે આવતીકાલથી શાળા રાબેતા મુજબ કાર્યરત રહેશે.

 

 

 

 

 

 

 

 

Scroll to Top