Vadodara: દારૂબંધીની વાતો વચ્ચે પોલીસનો વીડિયો આવ્યો સામે

Vadodara

24 મેની રાત્રે વડોદરા શહેરના છાણી બ્રિજ પાસે એક કાળા રંગની બ્રેઝા કારે બે કાર અને બે એક્ટિવાને એક પછી એક ટક્કર મારી હતી. Vadodara શહેરમાં એક વ્યક્તિએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. જ્યારે કેટલાક રાહદારીઓએ અકસ્માતગ્રસ્ત કારને રોકીને તપાસ કરી, ત્યારે એક કારમાં ખાખી યુનિફોર્મ પહેરેલો PSI જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે મહિલાઓ ઘાયલ થઈ હતી અને તેમને સારવાર માટે લઈ જવામાં આવી હતી.

છાણી GSFC બ્રિજ પર રોંગ સાઈડમાં કાર ચલાવીને આવતા PSI એ અન્ય કારને ટક્કર મારી હતી તેમજ બાઇક સવારને અડફેટે લીધો હતો. PSI Y M Padhiyar નશાની હાલતમાં આ અકસ્માત સર્જ્યો હતો. તેમની ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. છાણી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો – Visavadar ની પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને સામે જીતવા ભાજપની શું રણનીતિ સાંભળો જગદીશ મેહતાને

આ પણ વાંચો – કડી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ માંથી ઉમેદવાર Hitu Kanodia નક્કી?, તો કોંગ્રેસમાંથી પણ 4 નામ આવ્યા સામે

PSI વાય. એમ. પઢિયાર Rajpipla Traffic Police માં ફરજ બજાવે છે. વડોદરા પોલીસે રાજપીપળા જિલ્લા પોલીસ વડાને આ અંગે જાણ કરવામાં આવી રહી. એવું જાણવા મળ્યું હતું કે PSI પઢીયાર હાલ રજા પર હતા, અને પોતાના ઘરે બોટાદ જઇ રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ન હતી.

Scroll to Top