Vadodara: વડોદરાનો એ હરણી બોટકાંડ જેમા 12 બાળકોને બેસાડવાની ક્ષમતા હતી અને એકસાથે પૈસા કમાવાની લાલચમાં 36 બાળકોને આડેધડ રીતે ભરી દેવામાં આવ્યા હતા. પિકનિક માણવા ગયેલા આ બાળકોને ન્હોંતી ખબર કે એકવાર બોટમાં બેસવાથી જીવ ગુમાવવાનો વારો આવશે. ઓવરલોડ બોટ ટર્ન લેવા જાય છે અને નદીમાં પલટી મારી દેતે એકસાથે 14 બાળકોના મોત થયા છે.18 જાન્યુઆરી 2024ની નમતી બપોરે હરણી તળાવમાં પિકનિકમાં નીકળેલા ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં માસૂમ બાળકો સવાર હતાં એ બોટ ડૂબી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં 12 બાળક અને બે શિક્ષિકા મળી 14 જિંદગી ભૂતકાળ બની હતી
2 શિક્ષિકા સહિત 12 માસૂમોના ડૂબવાથી થયા હતા મોત
એકસાથે 14 બોળકોના જિંદગી હોમાઈ હતી. પરંતુ તંત્રને આ બાળકોના જીવની કંઈ જ પડી નથી.આ ઉપરાંત બેદરકારી દાખવનારી શાળા સામે કોઈ પગલા લેવાયા નથી.આ સાથે જવાબદાર ઈજનેરને કોઈ સજા કરવામાં આવી નથી. કાયદાની આંટીઘૂંટીમાં તમામ દોષીતો છૂટી ગયા અને ફરી નોકરી પણ કરવા લાગ્યા પરંતુ ન્યાય માટે ભટકી રહ્યા છે સ્વજનો. એક વર્ષ બાદ પણ પોતાના વ્હાલસોયાને ગુમાવનારાને ન્યાય નથી મળ્યો. ન્યાય તો છોડો વળતરની રકમ પણ તેઓને હજુ સુધી મળી નથી.
એક વર્ષ પછી પણ ન્યાય માટે ભટકી રહ્યા છે સ્વજનો
શહેરના વાઘોડીયા રોડ સ્થિત ન્યુ સનરાઇઝ સ્કુલના બાળકોને પ્રવાસે અર્થે હરણી લેક ઝોન ખાતે આજથી એક વર્ષ અગાઉ લઇ જવામાં આવ્યા હતા. બોટની ક્ષમતા કરતા વધારે બેસાડી આખી બોટ પલ્ટી જતા 12 ભુલકાઓ અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો. વડોદરાના આ કાળા દિવસને આજે એક વર્ષ પૂર્ણ થયો છે. ત્યારે 14 જીવ ગુમાવનાર પરિજનોના ન્યાયની માંગ આજે પણ સંતોષાય નથી, આજદિન સુધી પોતાના વ્હાલસોયા સંતાનને યાદ કરીને માતા-પિતા તથા સ્વજનોની આંખમાં આંસુ જોવા મળ્યા હતા.