વડોદરા રક્ષિતકાંડમાં મોટો ખુલાસો,રક્ષિત ચૌરસિયાએ ગાંજો પી અકસ્માત સર્જયો હતો

Vadodara Crash Accused Was Not Drunk Had Smoked Marijuana Cops
News in Brief
  • વડોદરા રક્ષિતકાંડમાં મોટો ખુલાસો
  • ગાંધીનગર FSLના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
  • રક્ષિત ચોરસિયા ગાંજો પીધો હોવાનો રિપોર્ટમાં ખુલાસો
  • પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડે પણ ગાંજો પીધો હતો
  • ત્રણ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
  • 13 માર્ચની રાત્રે વડોદરામાં 8 લોકોને અડફેટે લેતા એકનું મોત નિપજ્યું હતું

Vadodara Accident:  વડોદરાના રક્ષિત ચૌરસિયા હિટ એન્ડ રનનો મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કારેલીબાગ પોલીસે અકસ્માતની ઘટનામાં કાર ચાલક સહિત ત્રણેયના બ્લડ સેમ્પલ લઈ એફએસએલમાં તપાસ માટે મોકલ્યા હતા. જેના રિપોર્ટમાં બ્લડમાં ગાંજાની હાજરી હતી આવતા પોલીસે રક્ષિત ચૌરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

વડોદરા (Vadodara)માં 13 માર્ચે માર્ચે હોલિકા દહનની મોડી રાત્રે શહેરના કારેલીબાગ (Karelibag) વિસ્તારમાં વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે બેફામ કાર ચલાવી રક્ષિત ચૌરરિસા (વારાણસી, ઉત્તર પ્રદેશ)એ ત્રણ વાહન ચાલકોને અડફેટે લઈ આઠ લોકોને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં કૂલ એક બાળક અને એક બાળકી સહિત 7ને ઈજા થઈ હતી. આરોપીએ અકસ્માત સર્જયો ત્યારે હાજર લોકોએ આરોપીને ઢોર માર મારી પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માતની ઘટનામાં આરોપી રક્ષિત ચૌરસિયા સામે સાપરાધ મનુષ્યવધ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો.

કારેલીબાગ પોલીસે ત્રણેયની ધરપકડ કરી આરોપીના બ્લડ સેમ્પલ ગાંધીનગર FSLમાં મોકલ્યા હતા. જેનો રિપોર્ટ પોલીસને મળ્યા છે. જેમાં રક્ષિત, પ્રાંશુ અને સુરેશના બ્લડ સેમ્પલમાં ગાંજાની હાજરી હતી. જેથી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે NDPS એકટની કલમ 27 A મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ત્રણેયને આરોપી દર્શાવાયા છે અને પ્રાંશુ ચૌહાણની અટકાયત કરવામાં આવી છે. હાલમાં આરોપી પ્રાંશુ ચૌહાણની પૂછપરછ ચાલુ છે.

આરોપી રક્ષિત ચોરસિયા (Rakshit Chaurasia)ના પિતાનો બનારસમાં સેનેટરી સામાનનો બિઝનેસ છે. માતા હાઉસ વાઇફ છે. જ્યારે નાનો ભાઇ અસ્તિત્વ બનારસમાં અભ્યાસ કરે છે. રક્ષિત એમ.એસ.યુનિવર્સિટીમાં કાયદાનો ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. રક્ષિચ નિઝામપુરામાં રૂમ રાખીને એકલો રહે છે.


Accident : વડોદરામાં ફરી રક્ષિતકાંડ થતા રહી ગયો, દારૂના નશામાં કાર ચાલકે 3 વાહનને અડફેટે લીધા

 

Scroll to Top