Vadodara માં પોણા બે કરોડના દારૂ કૌભાંડના મામલે મહત્વની કામગીરી કરવામાં આવી છે. SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)ના સસ્પેન્ડેડ પોલીસકર્મી Sajan Ahir ને 4 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. આ અધિકારી પર દારૂ બુટલેગર અનિલ પંડ્યાથી ₹15 લાખની લાંચ લેવાનો ગંભીર આરોપ છે.
આ પણ વાંચો – Rahul Gandhi: આણંદની મિટિંગમાં મોટી બબાલ
આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બુટલેગર અનિલ પંડ્યાએ વડોદરા કંટ્રોલ રૂમમાં સીધો કોલ કરીને દારૂ સપ્લાય અને લાંચના કિસ્સાની જાણકારી આપી. કૉલને આધારે તરત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરી, સજ્જડ તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, “કોઈ પણ પોલીસકર્મી કે અધિકારી લાંચમાં સંડોવાયેલો હશે તો કાયદાની કાર્યવાહીથી બચી શકશે નહીં.”