Vadodra Bjp: વડોદરામાં ભાજપના નેતાની કરતૂત,મહિલા વિષે એલફેલ બોલતા જરા પણ ના અટકયા

Vadodra Bjp:  વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે એક બાજુ પ્રમુખ પદ માટેના ઉમેદવારી પત્રો ભરાવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર (Former Deputy Mayor) સુનિતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટી વચ્ચે મહિલા માટે કરેલા નિવેદન મુદ્દે બોલાચાલી થઈ હતી.જેના કારણે ભંયકર વિવાદ સર્જાયો હતો. આ વિવાદ એટલો બધો વકર્યો કે ભાજપના મોટા નેતાઓએ મામલો થાળે પાડવા માટે ફોન કરવા પડ્યા હતા.

મહિલા વિષે એલફેલ બોલતા જરા પણ ના અટકયા

ભાજપના (BJP) પૂર્વ કોર્પોરેટર દ્વારા મહિલા વિશે હલકી કક્ષાનો કટાક્ષ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી પૂર્વ ડેપ્યુટી મેયર (Former Deputy Mayor) દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેઓ બોલ્યા છે તેના પુરાવા પણ અમારી પાસે છે. પૂર્વ ડેપ્યુટી મેયર (Former Deputy Mayor) ના નિવેદન બાદ પૂર્વ કોર્પોરેટર પણ ભડક્યા હતા અને આવું કોઈ નિવેદન મેં આજ દિન સુધી કર્યું નથી. જો પુરાવા હોઈ તો આપવાની વાત કરી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) મહિલા આગેવાનોને રાજનીતિમાં આગળ લાવવા પ્રાધાન્ય આપી રહ્યું છે ત્યારે આવું કોઈ નિવેદન કોઈપણ કાર્યકર્તા કરી શકે જ નહીં.

પૂર્વ ડેપ્યુટી મેયરના નિવેદન બાદ પૂર્વ કોર્પોરેટર ભડક્યા

કોઈ મહિલા આગેવાન માટે મેં કોઈ નિવેદન કર્યું નથી તેમ છતાં પૂર્વ ડેપ્યુટી મેયર આક્ષેપ કરી રહ્યા છે. તે મને બદનામ કરવા માટે મારી પર ખોટી રીતના આક્ષેપ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. પૂર્વ ડેપ્યુટી મેયર (Former Deputy Mayor) એ આક્ષેપ કર્યો હતો કે પૂર્વ કોર્પોરેટર દ્વારા મહિલા વિશે બેહુદુ નિવેદન કર્યું છે તેનો પુરાવો અમારી પાસે છે જે અંગે હાલના શહેર પ્રમુખ સાથે અને ત્યારબાદ પ્રદેશ સમિતિ સમક્ષ પણ આ અંગે રજૂઆત કરીશું આવા નિવેદન કરી પૂર્વ કોર્પોરેટર મહિલાઓને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ક્યારેય ચલાવી લેવાય નહિ.

 

 

Scroll to Top