Banaskantha : બનાસકાંઠાના વડગામ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જનસમૂહને સંબોધિત કરતા કડક પરંતુ ભાવનાત્મક સંદેશ આપ્યો હતો. રાજકીય અને સ્થાનિક મુદ્દાઓને લઈને ઊભેલા લોકોના અસંતોષ વચ્ચે તેમણે સમજાવ્યું કે સરકાર સંવેદનશીલ છે અને દરેક તકલીફને ગંભીરતાથી લઈને કામ કરી રહી છે. હર્ષ સંઘવીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે હું તમારો ગુસ્સો સમજી શકું છું. તમારી તકલીફ પણ સમજી શકું છું. આપણે આક્રોશમાં આવવાની જરૂર નથી. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તમારી સાથે છે. એક ફોન કરજો, અડધી રાત્રે આવી જઈશ.
દર્દ-વેદના અને પ્રશ્નો સમજવાની વચનબદ્ધતા વ્યક્ત કરતા હર્ષ સંઘવીએ ખાતરી આપી કે લોકોની સમસ્યાઓના ઉકેલ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને નાયબ મુખ્યમંત્રીએ તેમની સમસ્યાઓ સાંભળી પ્રતિસાદ આપ્યો હતો.



