Uttarayan: પંતગ ઉતસ્વ બન્યો કાળ, રાજ્યમાં 6 લોકોના મોત સાથે 1400 પશુ-પક્ષી ઘાયલ

Uttarayan: 14 જાન્યુઆરી મંગળવારનો દિવસ પતંગ રસિકો માટે પવનની ગતિ સારી હોવાથી શાનદાર રહ્યો પરંતુ આ પતંગે 6 લોકોની જિંદગી પણ ગઇ કાલે ટૂંકાવી દીધી. પતંગની દોરીથી ગળા કપાતા 6 લોકોની જિંદગી પતંગ ઉત્સવની ભેટ ચઢી ગઇ.

ઉત્તરાયણમાં 6 લોકોના મોત

14 જાન્યુઆરીએ લોકોએ ખુબ ધામધુમથી પંતગ ઉત્સવની ઉજવણી કરી છે.આ ઉજવણી સાથે દુ:ખદ સમાચાર પણ સામે આવ્યા છે. ઉત્તરાયણમાં પતંગે 6 લોકોના મોત થયા છે. આ છ લોકોના પતંગની દોરીથી ગળા કપાતા મોત થયું હતું. પતંગ ઉત્સવમાં મોત છતા પરીવારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.આ 6 લકોના મોત રાજ્યના વિવિધ વિસ્તારમાં થયા હતા. જેના નામ અને વિસ્તાર નીચે મુજબ છે.

 

– રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઈકચાલકનું મોત નિપજ્યું હતું.
– સુરેન્દ્રનગરના પાટડીના ઈશ્વરભાઈ ઠાકોરનું દોરીના કારણે મોત થયું
– હાલોલના 25 વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું કપાઇ જતાં મોત
– કડીમાં વીજતાર પર પડેલી દોરીને દૂર કરવા જતાં મહિલાનું કરંટથી મોત થયું
– વળી આ ઘટના દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઇનું પણ મોત થયું
– ભરુચના નબીપુર પાસે સંજય પાટણવાડીયાનું ગળું કપાતા મોત નિપજ્યું છે.

 

કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઈમરજન્સી કોલ મળ્યા

આ સાથે સાથે ઉત્તરાયણ પર્વમાં 6 લોકોના મોત થયા સાથે સાથે 1400 જેટાલા પક્ષી ઘાયલ થયા હતા. આ પક્ષીઓને બચાવા માટે ગુજરાત સરકારે કરૂણા હેલ્પ લાઈન પણ ચાલુ કરી હતી. મહત્વની વાતએ છે કે, બપોર પછીના સમયમાં પશુ-પંખીઓ વધારે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઈમરજન્સી કોલ પણ મળ્યા હતા.

uttrayan

 

 

 

 

Scroll to Top